ભારતમાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબજ ગંભીર છે. દેશમાં જેમ-જેમ નવા માર્ગ બની રહ્યા છે. એવી જ ઝડપે નવી ગાડીઓ પણ રાસ્તા પર દોડી રહી છે અને આ કારણે ગાડીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં થોડા દિવસ પહેલા ગુજરાતમાં જ્યારે ફ્લાઇંગ કાર(ઉડવાવાળી કાર)નો પ્લાન્ટ સ્થાપિત થવાના સમાચાર મળ્યા તો લોકોની દિલચસ્પી આમાં વધુ વધવા લાગી. થોડા દિવસ પહેલા ડચ કંપની PAL-V એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ગુજરાતમાં ફ્લાઇંગ કારોનો પહેલો પ્લાન્ટ સ્થાપિત કરવા વિશે ચર્ચા થઈ હતી. PAL-V દુનિયાની પહેલી ફ્લાંઇગ કાર રજૂ કરનારી કંપની છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કંપનીના અધિકારીઓને વિશ્વાસ દાખવ્યો હતો કે જો કંપની ગુજરાતમાં પ્લાન્ટ ખોલશે તો સરકાર તેમને જમીન, વીજળી અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અને સરકાર તરફથી જરૂરી મદદ પૂરી પડશે.
સૂત્રોના અનુસાર મુજબ કંપનીએ ડિસેમ્બર 2018માં કારોની પ્રી-બુકિંગ શરૂ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે તેઓ 2020 સુધી તેના પહેલા ગ્રાહકને પહેલી ફ્લાઇંગ કાર ઉપલબ્ધ કરાવશે. આ સાથે કંપનીનું માનવું છે કે વર્ષ 2040 સુધી દુનિયાભારમાં ફ્લાઇંગ કારનું બજાર દોઢ ટ્રિલિયન(1068 અબજ ડોલરથી વધુ) થઈ જશે. કંપનીએ બુકિંગ શરૂ કરવાની સાથે કહ્યું કે શરૂઆતમાં કાર બ્રિટેન, યુરોપ અને ઉત્તરી અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે ભારતમાં આનો પ્લાન હોવાની ખબરો વચ્ચે એશિયાના શહેરોમાં પણ તેના ઉપલબ્ધ થવાની આશા છે. કિંમતની વાત કરીએ તો કંપની મુજબ ફ્લાઇંગ કારની શરૂઆતી કિંમત ભારતીય ચલણમાં લગભગ 3 કરોડ રૂપિયા હશે. કંપની અત્યાર સુધી 3.20 લાખ પોઉન્ડ(લગભગ 3 કરોડ રૂપિયા) કિંમત પર ફ્લાઇંગ કારોની પ્રી-બુકિંગ કરી છે. માઇલેજની વાત કરીએ તો રિપોર્ટ પ્રમાણે થ્રી-વ્હીલર ફ્લાઇંગ કાર સડક પર એકવારમાં 1287 કિમી સુધી ચાલશે. જ્યારે હવામાં આ કાર એકવારમાં 482 કિમી સુધી ઉડશે. આ કારનો ફ્યુલ ટેંક 100 લીટર હશે જેને પેટ્રોલથી પણ ચલાશે. રોડ પર તેની ઝડપ 160 કિમી કલાક દીઠ હશે. જ્યારે હવામાં કારની ઝડપ 180-190 કિમી પ્રતિ કલાક હશે.