સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામની એક વૃદ્ધાની મુશ્કેલી કે જે પોતાની આજીવિકા ની પાંચ વીઘા જમીન ઉપર મહાકાલ સોલાર કંપનીએ પૂછ્યા વગર જ કે કોઈ એગ્રીમેન્ટ કર્યા વગર જ સોલાર પ્લેટો ખડકી દીધી છે.
સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામની એક વૃદ્ધાની મુશ્કેલી કે જે પોતાની આજીવિકા ની પાંચ વીઘા જમીન ઉપર મહાકાલ સોલાર કંપનીએ પૂછ્યા વગર જ કે કોઈ એગ્રીમેન્ટ કર્યા વગર જ સોલાર પ્લેટો ખડકી દીધી છે. આ વૃદ્ધા મણીબેન પોતાની દીકરીને ત્યાં રોકાવા ગયા અને એ સમય દરમિયાન આ કંપનીએ સોલાર પ્લેટ ખડકી દીધી અને વૃદ્ધા પોતાની જમીન ઉપર ખડકાયેલી આ સોલાર પ્લેટ અને જોઈ હવે મુશ્કેલીમાં મુકાયા છે અને ગ્રામજનો તેમજ પોતાના પૌત્રો સાથે આ જમીન ઉપર આવીને બેસે છે
આ વૃદ્ધાએ સાવરકુંડલા ખાતે આવેલ મામલતદાર કચેરી ના અધિકારીને લેખિત રજૂઆત પણ કરી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પરિણામ મળ્યું નથી જેના કારણે હવે શું થશે તેઓ સવાલ કરી રહ્યા છે મોટા ઝીંઝુડા ની આ વૃદ્ધાની જમીન આશરે પાંચ વીઘા આવેલી છે જેના ઉપર આ વૃદ્ધા અને પૌત્રોનું આજીવિકા ચાલતી હતી છેલ્લા દોઢ વર્ષથી કરાયેલા આ મહાકાય સોલાર કંપનીના કરાયેલ કબજામાં હવે શું કરવું તે માટે પરિવાર પણ ન્યાય માટે દરદર ભટકી રહ્યો છે.
આ પાંચ વીઘા જમીન સુધી પહોંચવા માટેના રસ્તાઓ પણ બ્લોક કરેલા છે.આ જમીન ઉપર રાવણા ના કેટલાક વૃક્ષો આવેલા હતા તેમના પૌત્રો ખેતી અને રાવણામાંથી થતી આવક ઉપર તેઓ ગુજરાન ચલાવતા હતા. ત્યારે મામલતદાર શ્રી ને તાજેતરમાં જ આવેદનપત્ર આપી જમીન ખુલ્લી કરવા માંગણી કરી રહ્યા છે અંતે કંટાળીને આ પરિવારના પૌત્રોએ ચીમકીપણ ઉચ્ચારી છે કે જો સાત દિવસની અંદર આ જમીન ખાલી કરી દેવામાં નહીં આવે તો તેઓ મામલતદાર કચેરીએ બેસીને ઉપવાસ આંદોલન કરશે