અમદાવાદમાં રિક્ષાચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. વિગતો મુજવ 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે. મહત્વનું છે કે, રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ ઉઠી હતી.
આ તરફ હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી પડશે. જેને લઈ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી તો સાથે ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવાની પણ જાહેરાત કરી છે. અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે.
વિગતો મુજબ મીટર વગરની રિક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. 1 જાન્યુઆરીથી મીટર વગરની જોવા મળતી રિક્ષા ચાલકને દંડ અપાશે. રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તરફ હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી ફરજિયાત બનશે.
નોંધનિય છે કે, RTOમાં મીટર સાથે રજીસ્ટ્રેશન થાય છે તેમ છતાં રિક્ષા ચાલક મીટર નથી લગાવતા. જેને લઈ પોલીસ કમિશનર જી.એસ.મલીકના આદેશ બાદ હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.