હીરા ઉદ્યોગના ઈતિહાસની સૌથી મોટી મંદી!

Spread the love

यु ક્રેન-રશિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારથી હીરા ઉદ્યોગ મંદીમાં ફસાયો છે. વર્ષ 2008ની મંદીને અત્યાર સુધી સૌથી મોટી મંદી [માનવામાં આવતી હતી. જો કે, છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. જેના લીધે 17 લાખ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે તેના પર સીધી જ અસર પડી છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ 5 તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટુ સંકટ ઊભું થયું છે.

બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે. બે લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. અત્યાર સુધીમાં આ યુનિયનની હેલ્પલાઈન પર 3000થી વધુ કર્મચારીઓના મદદ માટે કોલ્સ આવ્યા છે.જીજેઈપીસીના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની ડાયમંડની નિકાસ થતી હતી. વર્ષ 2023માં 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ હતી. જ્યારે 2024ના ઓકટોબર મહિના સુધીમાં 1.02 લાખ કરોડ થઈ ગયું છે.

જે વર્ષ 2024 પૂર્ણ થતાં 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે.આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે સરકારને લાખોનો ટેક્સ ભરનારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં છે ત્યારે સરકારે રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. ઉદ્યોગની વિવિધ સંસ્થાઓએ પણ જરૂરિયાતમંદ રત્નકલકારોને મદદ કરવી જોઈએ.ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે કહ્યું કે પગારમાં કાપ આવ્યો, કામમાંથી છૂટા કરી દેવાયા સહિતની ફરિયાદો યુનિયનને મળે છે. કારીગરો કહે છે કે આ રીતે પગારકાપ કરવામાં આવશે તો અમારો પગાર અડધા કરતાં પણ ઓછા થઈ જશે. બીજી તરફ મોંઘવારી વધી રહી છે.

અગ્રણી હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે કહ્યું કે, ચાઈનામાં બજારો ખૂલ્યાં નથી, બીજી તરફ યુદ્ધની સ્થિતિને કારણે મંદી છે. નેચરલ ડાયમંડના ભાવો ખૂબ જ નીચે જતા રહ્યા છે. ફેક્ટરીઓમાં પ્રોડક્શન પણ 50 ટકા સુધી ઘટી ગયાં છે. વર્ષ 2008માં મંદી 7થી 8 મહિના જ ચાલી હતી. પરંતુ મારી કરિયરમાં આ સૌથી મંદી છે. ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, ડાયમંડ ઉદ્યોગ સાથે છેલ્લાં 60 વર્ષથી સંકળાયેલો છું. 60 વર્ષમાં પહેલી વખત આવી મંદી જોઈ છે. અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, પણ આવનારો સમય સારો હશે તેવી આશા છે. સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ પણ કરી શકે પરંતુ રત્નકલાકારો રજિસ્ટર્ડ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com