અમદાવાદમાં મહિલાઓમાં દારુ પીવાનું પ્રમાણ વધ્યું,

Spread the love

અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પુરૂષોને પાછળ છોડીને આગળ નિકળી ગઇ . 2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1277 નવી લિકર પરમિટ અપાઇ છે તેમાંથી 690 પરમિટ મહિલાઓને અપાઇ છે જ્યારે પુરુષોને 587 પરમિટ અપાઇ છે.  અમદાવાદમાં લિકર પરમિટમાં ધીરે ધીરે મહિલાઓ પુરૂષોની નજીક પહોંચી રહી છે.

અમદાવાદમાં 2019થી 2024ના મે સુધીમાં કૂલ 14,132 લોકોની લિકર પરમિટ રીન્યુ કરવામાં આવી હતી તેમાં 8115 પુરૂષ અને 6257 મહિલા છે. એક દાયકા પહેલાં અમદાવાદમાં અપાતી લિકર પરમિટમાં 90 ટકા પરમિટ પુરૂષોને અપાતી હતી પણ મહિલાઓ પણ ધીરે ધીરે લિકર પરમિટ લેવા માંડી તેના કારણે રીન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઇ ગયું છે જ્યારે મહિલાઓનું પ્રમાણ 40 ટકાથી વધારે છે.

અમદાવાદમાં મહિલાને લિકર પરમિટમાં વધારાનો આંકડો ધ્યાન ખેંચનારો છે. 2017થી 2022 દરમિયાન છ વર્ષમાં કૂલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ હતી જ્યારે છેલ્લાં બે વર્ષમાં તેના કરતાં લગભગ બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઇ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમિટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર 2013 સુધીમાં કૂલ 11,890 લોકોને પરમીટ આપવામાં આવી હતી જ્યારે છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે ફૂલ 20339 લોકો પાસે લિકર પરમિટ છે.

અમદાવાદમાં જેમની પાસે લિકર પરમિટ છે એવાં લોકો મોટાભાગે અમદાવાદ અને ગાંધીનગર લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી લિકર ખરીદે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 25 જેટલી હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં 3 કરોડની આસપાસનો દારુ વેચે છે જ્યારે દિવાળીના તહેવારમાં ચાર કરોડથી વધારેનો દારુ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સિઝન અને લગ્નની સિઝન ચાલુ હોવાથી લિકર પરમિટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યારે લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી દારુ અને બિયર મોટા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com