આયુર્વેદમાં દૂધને અમૃત માનવામાં આવે છે. આપણા વડીલો પણ કહે છે કે, દૂધ અને ધીના સેવનથી શરીર મજબૂત બને છે. બીમારીઓ પણ નજીક આવતી નથી. પરંતુ આજના સમયમાં કેટલાક લોકો આ દૂધને ઝેરમાં ફેરવી રહ્યા છે. નકલી દૂધ ખતરનાક કેમિકલથી બને છે, જે કેન્સર જેવી ખતરનાક બીમારીનું કારણ બની શકે છે. તેથી, દૂધ પીતા પહેલા તેને તપાસવાનું ભૂલશો નહીં.
ગુરુવારે ફૂડ સેફ્ટી વિભાગની એક ટીમ ખુર્જામાં નકલી ચીઝ બનતી જગ્યા પર દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન કેમિકલનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ દૂધ બનાવવાનો પર્દાફાશ થયો હતો. જે બાદ ટીમે ઓફિસમાં કેમિકલથી દૂધ બનાવવાનો ડેમો પણ બતાવ્યો હતો. નકલી દૂધ બાબતે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટીમ પાણીમાં એક કેપફુલ પ્રિમિક્સ (ઘણા રસાયણોથી બનેલું મિશ્રણ) નાખે છે, જેના કારણે પાણી બિલકુલ દૂધ જેવું દેખાવા લાગે છે. પછી તેને સેકરિનથી મધુર બનાવવામાં આવે છે
વિડિયોમાં, ટીમ જણાવે છે કે, આ રસાયણના પ્રી-મિકસના એક ઢાંકણામાંથી લગભગ 2 લિટર સિન્થેટિક દૂધ તૈયાર કરી શકાય છે. આ રીતે આ કેમિકલની એક બોટલમાંથી લગભગ 400 થી 500 લીટર નકલી દૂધ બનાવી શકાય છે.