18 વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત

Spread the love

અમદાવાદ

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક વિદ્યાર્થીની લાશ મળી હતી. આ વિદ્યાર્થીનું ઇન્જેક્શનના ઓવરડોઝને કારણે મોત થયાનું સામે આવ્યું છે. 18 વર્ષીય વિદ્યાર્થીએ મિડાઝોલમ નામની દવાનો 3MLનો ડોઝ ઈન્જેક્શનમાં લીધો ને ગણતરીની મિનિટોમાં મોઢામાંથી ફીણ નીકળતાં જ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકની માતાએ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં પોલીસે રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરીને સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. મિડાઝોલમ ઇન્જેક્શનનો ઉપયોગ સર્જરી પહેલા કરવામાં આવે છે. તેના દ્વારા ચિંતા અને તણાવ દૂર થાય છે.ઘણા કિસ્સામાં તે એનેસ્થેસિયાના જ એક પાર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે મગજમાં ધીમે ધીમે અસર કરે છે અને તે રિલેક્શેશન આપે છે. ઘણીવાર બ્રેઇન ઇન્જરીને કારણે તેનાથી જીવ જવાનું પણ જોખમ રહે છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો અને વટવામાં રહેતો 18 વર્ષીય પ્રિન્સ શર્મા દહેગામ મોનાર્ક યુનિવર્સિટીમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એમાં કાયમ તેના મિત્ર તરુણ સાથે કોલેજમાં આવતો-જતો હતો. ગત શુક્રવારે સવારે પ્રિન્સ રાબેતા મુજબ તેની કોલેજ જવા તેના મિત્ર તરુણ સાથે નીકળ્યો હતો, પરંતુ કોલેજ પહોંચવાની જગ્યાએ બંને ઘોડાસર તળાવમાં તેના મિત્ર જયદીપ સુથારને મળવા પહોંચ્યા હતા. તે એક ખાનગી હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે કામ કરે છે. તે અવારનવાર સર્જરી દરમિયાન બેભાન કરવા માટે વપરાતા ઈન્જેક્શનની હોસ્પિટલમાંથી ચોરી કરીને નશાના આદી બનેલા લોકોને આપીને તેમની પાસેથી રૂપિયા લેતો હતો. ગત શુક્રવારે ઘોડાસર તળાવ પાસે બેઠેલા આરોપી જયદીપ સુથારે પ્રિન્સને મિડાઝોલમ નામની દવા બતાવી હતી. તેણે પ્રિન્સને કહ્યું- આ દવાનો એકવાર નશો કર, તને મજા આવશે. પ્રિન્સે હા પાડતાં તેણે તરત જ તેને ઈન્જેક્શનમાં 3MLનો ડોઝ આપી દીધો હતો. ઈન્જેક્શન લીધા બાદ પ્રિન્સ એકદમ નશામાં ધૂત થઈ ગયો હતો અને આસપાસનું તેને કશું જ ભાન રહ્યું નહોતું. ગણતરીની મિનિટોમાં જ તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં ને તે ઢળી પડ્યો. આ દૃશ્ય જોઈને તેની સાથે આવેલો મિત્ર તરુણ એકદમ જ ગભરાઈ ગયો હતો. આ વખતે જયદીપે કહ્યું કે થોડા કલાકોમાં હોશ આવી જશે, હું ખરીદી કરીને આવું છું. ત્યાર બાદ ગભરાઈ ગયેલા પ્રિન્સના મિત્ર તરુણે ફોન કરીને અન્ય મિત્ર ને જાણ કર્યા બાદ પ્રિન્સનાં માતા-પિતાને જાણ કરતાં તેઓ ઘોડાસર તળાવ તરત દોડી આવ્યાં હતાં. તાત્કાલિક પ્રિન્સને સારવાર માટે લઇ જવાય એ પહેલાં જ તેનું મોત નીપજી ચૂક્યું હતુ. આ અંગે મૃતક પ્રિન્સની માતા અંજુબેન શર્માએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જયદીપ સુથાર સામે સાઅપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાવતાં પોલીસે જયદીપની રાજસ્થાનથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતક પ્રિન્સ શર્માનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જયદીપ સુથાર આ રીતે યુવાનોને નશાના રવાડે ચઢાવી પૈસા કમાય છે અને પ્રિન્સ શર્માએ અગાઉ તેને ટુકડે-ટુકડે પૈસા આપ્યા છે અને બેવાર આ રીતે ઈન્જેક્શન લઈને નશો પણ કર્યો છે. હાલ આરોપી જયદીપ સુથાર સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરી તે કેટલા યુવાનોના સંપર્કમાં છે? અને કેટલા યુવાનોને આ રીતે ડ્રગ્સના રવાડે ચઢાવી ચૂક્યો છે? એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com