દિવાળીબાદ રૂપાણી કેબીનેટનું વિસ્તરણ, આ મંત્રીઓને આઉટ કરેતેવી શક્યતા

Spread the love

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતની વર્તમાન વિજય રૂપાણી સરકારનાં પ્રધાનમંડળનાં વિસ્તરણની અટકળો ચાલી રહી છે. સરકારી સૂત્રોમાં જ ચર્ચા ચાલતી હતી કે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.  દિલ્હી ભાજપનાં વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આગામી ટુંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ નહિં કરવામાં આવે પરંતુ ગુજરાત વિધાનસભાની ઓક્ટોબર મહિનામાં યોજાનારી સાત બેઠકોની પેટા ચૂંટણી બાદ કેટલું અને કેવું વિસ્તરણ કરવું તે મામલે વિચારણા કરાશે. પ્રધાન બનવા માટે થનગની રહેલા બળવાખોર અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળશે તે નિશ્ચિત છે, પરંતુ તેમનો સમાવેશ ક્યારે અને કઈ રીતે કરવો તેનો નિર્ણય હમણાં નહિં લેવાય. વિસ્તરણ નહીં કરવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં પ્રથમ તો ગુજરાત ભાજપમાં પણ ખૂબ જ આંતરિક અસંતોષ અને જૂથબંધી છે જેને કારણે ભાજપ હાઈકમાન્ડને ડર છે. ભાજપ નેતાગીરીને ભય સતાવી રહ્યો છે કે વિસ્તરણ બાદ ભાજપમાં અને સરકારમાં અસંતોષની આગ ફાટી નિકળશે. જેને ડામવી અતિ મુશ્કેલ છે. જો કે થીગડા મારવમાં ભાજપ કોંગ્રેસ કરતા ક્યાંય હોંશિયાર છે. કેટલાક ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોની ઈચ્છા ઘણી બધી છે જેને પૂર્ણ કરી શકાય તેમ નથી.

અગાઉ અટકળો વહેતી થઈ હતી કે વિજય રૂપાણી મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થશે. જેમાં રાજ્યકક્ષાના બે મંત્રીઓ પુરુષોત્તમ સોલંકી અને વાસણ આહિર પડતા મૂકવામાં આવશે. વાસણ આહિરનું રાધે-રાધે ઓડિયો ક્લિપ પ્રકરણ અને પરસોત્તમ સોલંકીને તેમનો જુનો વિવાદ નડી જશે.  બીજી તરફ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની કામગીરી સામે છેલ્લા ઘણા સમયથી અનેક સવાલો ઉઠી રહ્યા છે, તેમજ પાર્ટીમાં આંતરિક રીતે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. તેમજ મંત્રી તરીકે ફળદુની કામગીરી સંતોષજનક ન હોવાથી તેમની પણ હકાલપટ્ટી કરશે.  ઉપરાંત મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમને પણ મંત્રી મંડળમાંથી પડતા મુકાશે. સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા બેઠકનો કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે, જેથી ભૂપેન્દ્રસિંહ બાપુને પણ બહારનો રસ્તો બતાવાય તો નવાય નહિં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com