ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક થવા પામી છે. જેના લીધે માર્કેટયાર્ડ બહાર ડુંગળી ભરેલ વાહનોની 4થી 5 કિલોમીટર સુધી લાઈન જોવા મળી રહી છે. જેમાં ડુંગળીના 1 25 લાખ કટ્ટાની આવક સાથે માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાયું છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં જેમાં લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 250થી લઇને 650 સુધી બોલાયાં હતા જ્યારે સફેદ ડુંગળીનો 20 કિલોના ભાવ રૂપિયા 150થી 250 સુધી બોલાયા હતા. હાલ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે