રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ ઘણા લોકોને જાન ખોવાની વારી આવે છે. ત્યાકે ગતરોજ ખેડામાં થયેલ અકસ્માતમાં એક બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઇ પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ખેડાના નડિયાદ-ડાકોર રોડ પર સલુણ પાસે અક્સ્માત સર્જાયો હતો. જેમાં આ અક્સ્માતમાં 1 બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સાડા ત્રણ મહિનાની ખુશી નામની બાળકીનું મોત થયું હતું. આસપાસના લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવારની બાળકી હાઈવેની સાઇડમાં રમી રહી હતી. આ સમયે આઇશરનું સ્પેર વિલ પાછળ ટ્રોલીમાંથી ઉછાળીને અચાનક બાળકી પર પડયું હતું. ટ્રોલીમાંથી સ્પેર વિલ ઉછળીને બાળકી પર પડતા ત્રણ વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જે બાદ બાળકીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઇ પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનિય છે કે મૂળ મધ્યપ્રદેશનું શ્રમિક પરિવાર કામ અર્થે નડિયાદ આવ્યો હતો.