કચ્છમાં માંડવી સિવિલ હોસ્પિટલના એકસાથે 17 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોઈપણ ખુલાસો આપ્યા વગર કોન્ટ્રાક્ટ બેઝના 17 કર્મચારીઓ સસ્પેન્ડ કર્યા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. અચાનક 1 મનોરંજન સસ્પેન્ડ કરાતા કર્મચારીઓ મુંઝવણમાં મુકાયા છે. કચ્છમાં આવેલા માંડવી સિવિલ હોસ્પિટલ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલતા 17 કર્મચારીઓને એક સાથે સસ્પેન્ડ કરાયા છે. એક્સરે પાણી સુવિધા સહિતની અનેક સુવિધાઓ બંધ પડી રહી છે. કયા કારણોસર સસ્પેન્ડ કરાયા તેનો ખુલાસો ન થતા કર્મચારીઓ પણ મૂંઝવણોમાં મુકાયા છે. પ્રાઇવેટ કંપની પાંચ વર્ષ સુધી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ ઉપર રાખી અચાનક સસ્પેન્ડ કર્યા છે.
17 કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા માંડવી સિવિલ હોસ્પિટલની સુવિધા ખોરવાઈ ગઈ છે. માંડવી સિવિલ હોસ્પિટલ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલતા 17 કર્મચારીઓને એક સાથે સસ્પેન્ડ કરાતા એક્સરે સહિતની અનેક સુવિધાઓ બંધ પડી રહી છે. જેના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ માઠી અસર પહોંચે તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે કર્મચારીઓએ જણાવ્યું હતું કે, 17થી વધુ કર્મચારીઓને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેનો કોઇ જવાબ આપવા તૈયાર નથી અને કોઈપણ ખુલાસો આપ્યા વગર અમને સસ્પેન્ડ કરાયા છે. અચાનક સસ્પેન્ડ કરાતા કર્મચારીઓ મુંઝવણમાં મુકાયા છે.