નડિયાદમાં 46 દુકાનો તોડવા હાઇકોર્ટે આપ્યો આદેશ

Spread the love

નડિયાદમાં સરદાર ભવન કોમ્પલેક્સ 40 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ કોમ્પલેક્સમાં 46 દુકાનો જર્જરીત હતી અને આ કોમ્પલેક્સ નડિયાદનું મુખ્ય કાસ છે જ્યાંથી વરસાદી પાણી પ્રસાર થાય છે તેની ઉપર બનાવવામાં આવ્યું હતું. આ કાસમાં ગયા ચોમાસામાં દુકાનોની નીચે સફાઇ ના થવાથી બ્લોકેજ આવ્યું હતું અને વરસાદ વધુ પડતા પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યું હતું. આ દરમિયાન કેટલીક સફાઇ પણ કરવામાં આવી હતી. આ દુકાનો બહુ જૂની અને જર્જરીત હોવાને કારણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને આ દુકાનો કોઇ પણ સંજોગોમાં ટકી શકે તેમ નથી તેવું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. આ નોટિસ સામે દુકાનદારો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટે પણ એવું જણાવ્યું હતું કે જે જૂનો ટેસ્ટ છે તે યોગ્ય છે અને જર્જરિત દુકાનોને ચાલુ રાખી શકાય નહીં.હાઇકોર્ટે પણ આ વાત માન્ય રાખી છે અને આગળની કાર્યવાહી કમિશનર દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com