પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીનો ધોતી, ટોપી અને ચશ્મા પહેરીને વેશપલટો

Spread the love

સરકારી કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી બેદરકારીના કારણે લોકોને હાલાકી વેઠવાની વારી આવતીન હોય છે. ત્યારે ઘણો વખત જાગૃત અધિકારીઓ દ્વારા વેશપલટો કરીને તેમના કચેરીમાં કેવી કામગીરી થઇ રહી છે. તે ચકાસણી કરવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં પંચમહાલમાં આવો કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી પુરવઠા અધિકારી એચ.ટી મકવાણાએ સ્ટીંગ ઓપરેશન ખળભળાટ કર્યું હતું. જેમાં સરકારી કામગીરીઓને લઈ લોકોને પડતી મુશ્કેલીઓનો પુરવઠા અધિકારીએ જાત અનુભવ કર્યો હતો. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતોનો ખુલાસો થયો હતો. ગોધરા મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડીનો મોટો ખુલાસો થયો હતો.  મળતી માહિતી અનુસાર આ કચેરીમાં ઝેરોક્ષ પેટે અને સ્ટેમ્પ પેટે વધારે નાણા પડાવતા હોવાની હકીકત પણ બહાર આવી હતી. ત્યારે રેશનકાર્ડના નાણાં ખોટી રીતે લેતા હોવાનું પણ સ્ટીંગ ઓપરેશન દરમિયાન બહાર આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકોની પડતર અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મામલતદાર કચેરીના કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર સામે નિયમો અનુસાર કાર્યવાહી શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com