મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભીખુ દલસાણીયા ઝડપથી સાજા થઇ જાય તે માટે અનેક લોકોએ પ્રાર્થના કરી
– ભાજપમાં પ્રદેશ કાર્યાલય કોઈ હાજર ન હોય પણ ભીખુભાઈ દલસાણીયા હર હંમેશ હાજરી તેમની જોવા મળે છૅ.
– કાર્યકરોમાં દિલમાં વસીલા ભીખુ દલસાણીયા ની તબિયત ઝડપથી સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી
– કોરોના વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નીતિન પટેલ ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો ની મુલાકાત લીધી હતી અને કોરોના માં સારામાં સારી કામગીરી નીતિન પટેલે આરોગ્ય મંત્રી તરીકે નિભાવી છે
ગાંધીનગર
ગુજરાતમાં ૩૦ વર્ષથી એક હથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે બે ટાઈમ થી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સત્તાના સૂત્રો સંભાળ્યા રહ્યા છે ત્યારે તેમની ટીમ સાથે પાંચ પ્રત્યે પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ને પણ કોરોના પોઝિટિવ આવતા તેમના સહ યાદીઓ મા ચિંતા પેઠી છે ત્યારે હર હંમેશ પ્રદેશ કક્ષાએ કોઇ હાજર હોય કે ન હોય પણ ભીખુભાઈ ની હાજરી અડીખમ દેખાય તેમાં બે મત નથી ત્યારે તેમના સહયોગીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભીખુભાઈ દલસાણીયા ઝડપથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના અને ઘણાએ તો બાધા પણ રાખી છે કોરોનાવાયરસ નો જે પહેલાં ગુજરાતમાં થયો હતો ત્યારે ૨૦ કલાકથી વધારે કામ કરવાવાળા જાે આંખ આવતો હોય તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ નો આવે છે ત્યારે કોરોનાવાયરસ વખતે ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો માં દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય છે કે કેમ તેની તમામ ચકાસણી કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નીતિન પટેલે અનેક દોડાદોડી કરી છે ત્યારે સદ્નસીબે કોઈ ને કોરોના થયો નથી ત્યારે કોરોના એ ફરી માથું ઊંચક્યું હોય તેમ ભીડભાડમાં વધુ જવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ને તથા પક્ષના સાંસદ મુખ્યમંત્રીના પીએ શૈલેષભાઈ ભાજપ પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની કોરોના પોઝિટિવ આવતા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે પબ્લિક માં અને કોમન મેન તરીકે ની વ્યાખ્યા ધરાવતા વિજય રૂપાણી ની તબિયત હાલ સુધારા ઉપર છે અને ભીખુ દલસાણીયા ની તબિયત પણ સ્થિર છે જેથી ભાજપના અનેક કાર્યકરો દ્વારા તેમને સારું જ ઝડપથી થઇ જાય તે માટે પ્રાર્થના અર્ચના કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦ થી લોકડાઉંનના સમયમાં અને અત્યાર સુધી જે કોરોનાના કેસોમાં વધારો થયો હતો તેમાં સૌથી વધારે દોડાદોડી કરનારા બે મહાનુભાવો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ જ હતા આજે પણ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને ત્યાં લોકોના ટોળા જાેવા મળી રહ્યા છે અને બધાને સાંભળે છે ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની તબિયત નાદુરસ્ત હોવાને કારણે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર વધારે ભાર આવે તો નવાઈ નહીં કારણકે મુલાકાતીઓને મુખ્યમંત્રી ન મળતાં હવે ડેપ્યૂટી મુખ્યમંત્રીની ને ત્યાં ભીડ વધારે થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.