સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ- રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી
અમદાવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉતરાયણની ઉમંગ ઉજવણીમાં સહભાગી થયા.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે સહભાગી થયા હતા. મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ- રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી.
સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.આ પ્રસંગે ઢોલ નગારા અને સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન,ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ શ્રી બિપીનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શાંતિનિકેતન સોસાયટીના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, થલતેજ વોર્ડના પૂર્વ પ્રમુખ શ્રી ચંદુભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા AMCના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.