રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન

Spread the love

ગાંધીનગર

અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણીના શુભ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જલસા સ્ટ્રીટ કાર્યક્રમ તારીખ ૨૨/૦૧/૨૦૨૫ના રોજ શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ધ-૪ ખાતે સાંજે ૭:૦૦ કલાકથી શરુ થશે. આ જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ શહેરને લવેબલ તેમજ લિવેબલ બનાવવાના ગાંધીનગર મહાનગરપાલિકાના સંકલ્પનો મહત્વનો ભાગ છે. આ કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. શહેરના તમામ નાગરિકો આ
કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. નાગરિકોને સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો સંદેશ આપવા નિષ્ણાંત ઝુમ્બા આર્ટિસ્ટ દ્વારા ઉપસ્થિત સૌને ઝુમ્બા કરાવવામાં આવશે. આ ઉપરાંત ડાન્સ આર્ટિસ્ટ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવશે.

ગુજરાતની લોક સંસ્કૃતિનું પ્રતિક એવા ગરબાની પણ સુંદર કૃતિ રજૂ કરવામાં આવશે તેમજ ઉપસ્થિત સૌ પણ સાથે ગરબા ગાઈ ગરબાનો આનંદ માણી શકશે. આ સાથે જ હત નાગરિકોને મંત્રમુગ્ધ કરી દે તેવા ગીતોના તાલે નાચવા મજબૂર કરી દેશે. આ સંપૂર્ણ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર હનુમાન ચાલીસા છે. ગાંધીનગરના રામસખા મંડળ દ્વારા સુંદર હનુમાન ચાલીસા દ્વારા વાતાવરણ ભક્તિમય તેમજ રામમય કરવામાં આવશે. આ ઉપરાંત તેમના દ્વારા સુંદર ભજનોની પણ પ્રસ્તુતિ કરવામાં આવશે. અંતમાં આ કાર્યક્રમમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે. આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરના નાગરિકોને તેમની રોજીંદી જીવનક્રિયામાંથી થોડોક સમય પોતાના માટે કાઢી શકે તે માટેનો છે. આ કાર્યક્રમ દ્વારા નાગરિકો એકબીજા સાથે મળી ઉજવણી કરી એક સુખદ અનુભવ પ્રાપ્ત કરી શકશે. ગાંધીનગર મહાનગરપાલિકા સૌ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com