ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં નાના-મોટા કાઈમના બનાવો પુમાડે ચડે છે, ત્યારે એક ખાનગી સર્વેશણ દ્વારા ઉજાગર થવા પામ્યુ છે. કે શહેરના જુદા જુદા વિસ્તારો માં બનતા ગુનાઓનું પડયંત્ર ચાની કીટલી કે પાનના ગલ્લા પર રચાતું હોવાનું ખુલ્યું છે. આ ભાબતે હજુ સુધી સ્થાનિક પોલીસ તંત્રના ધ્યાને આવ્યું નથી તે બાબત વિચારણા માગી લે છે નોંધનીય છે કે, મોડી રાત્રે રખડતા તત્વો મોટેભાગે ગાંધીનગર સિવિલ કેન્ટિંગનાં સ્થળે જ જોવા મળે છે. આ સિવાય શહેરના નવા વિસ્તાર જેવા કે કુડાસણ રિલાયન્સ ચોકડી કે સરગાસણ જેવા વિસ્તારમાં આવેલા વિસ્તારમાં આવેલા પાર્લરનો પર અકાઓ જમાવીને બેસેલા જોવા મળે છે.
આવા સ્થળો એ પણીવાર જે તે પોલીસ સ્ટેશનની પીસીઆર વાન આવે છે. આ ગાડીના કર્મીઓ ચા પાણી કરીને ફટાફટ જતા કહે છે, ત્યાં બેસેલા ટોળાઓનું બેધ્યાન કરીને રવાના થઈ જાય છે, જે તે પાર્લર અથવા કેન્ટિંગના સંચાલકો આવી પેટ્રોલિંગ કરતી પોલીસને સાચવી લેતા હોય, આવી પોલીસવાન ફક્ત ફાંકા ફોજદારી પ્રગટ કરીને જતી રહેતી હોય છે. તેઓ એવા અન્ય ગલ્લાઓ વાળાઓને બંધ કરવાનું કહેતા હોય છે કે, જેઓ તેમની પાસેથી ચા, પાણી, મસાલાના પૈસા લેતા હોય છે, અને તેઓને ખોટો દમ ભિડવતા હોય છે, જયારે આ સ્થળે આ સામાજિક તત્વોની હાજરીનું એપી સેન્ટર સિવિલ કેન્ટીન હોવા છતાં તેના વિરુદ્ધ આંખ આડા કાન કરે છે, તેવું સિવિલ કેન્ટિંગમાં રહેતા પોલીસ કર્મીઓનું માનવું છે. આ સ્થળે યુવતીઓની હોસ્ટેલ હોવાથી તેઓને પણ આવા તત્વોની રંજીળ ભોગવી પડે છે.
સમયનો તકાજો છે કે શહેરમાં બનતા ગુનાઓ અટકાવવા માટે તેમજ ગુનેગારોમાં પોલીસની ધાક બેસાડવા માટે તેમજ અન્ય શહેરીજનો પોલીસની કાર્યવાહી આ ભાબતે સંતોષ થાય તેવી કાર્યવાહી કથારે કરશે તેવી વાત શહેરના બૌદ્ધિકોમાં ચર્ચા રહી છે. ષ્યાને પડતી વિગતો અનુસાર પર પ્રાંતમાંથી આવતા લોકોની માહિતી સામાન્ય લોકો તેમજ પોલીસ તંત્રને કોઈ પુખતા સોર્સ ન મળતો હોવાથી તેમજ શહેરના અમુક મકાન માલિકો મોટાભાગની ભાડાની ઉપજ માટે ગેરકાયદેસર પેઇંગ ગેસ્ટ જેવા અજાણ્યા પરપ્રાંતી લોકોને રાખતા હોય તેઓના ભાડા કરાર પણ કરતા ન હોય અન્ય પ્રાંત માંથી આવેલા ગુનેગારો ની ઓળખ થઈ શકતી નથી પરિણામ સ્વરૂપ શહેરમાં ગુનાઓ સર્જાય છે.