ગાંધીનગર
અનેક પીએસઆઇના સપના રોળાયા છે. તો પ્રમોશનની થનારી ત્વરીત કાર્યવાહી ૬ મહિના જેવી પાછી ઠલવાશે તેવુ મનાઈ રહ્યું છે.
પોલીસ બેડમાં પીઆઈ નબવા અનેક બાધાઓ રાખી છતાં બાષા સામે પ્રમોશન આધા ખસી રહ્યા છે, અને મહિનાઓ ઉપર મહિલાઓ જઈ રહ્યા છે, રાજ્યની ડીજીપી કચેરીએ 300 PSIને પ્રમોશન આપવાની કાર્યવાહી હાથ ધરતાની સાથે જ એક નવો મુદ્દો ઉપસ્થિત થયો છે અને આ મુદ્દાનાં કારણે પ્રમોશનની કામગીરી પાછી ઠેલાય તેવુ લાગી રહ્યું છે. રાજ્યનાં સામાન્ય વહિવટ વિભાગ અને ગુજરાત પબ્લિક સર્વિસ કકંમશને PSI થી PIના પ્રમોશન માટે પરીલાની વાત ઉચારતા પ્રમોશનની ફાઈલ ટલ્લે ચઢી છે. અને જો પરીક્ષા લેવાનું નક્કી થશે.
ડીજીપી કચેરીએથી 300 જેટલા PSIની PIની બઢતી આપવા માટે યાદી તૈયાર કરી દેવામાં આવી હતી પરંતુ હવે આ બઢતી આપતા પહેલા ખાતાકિય પરીક્ષા લેવાનો મુદ્દો સામે આવ્યો હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. ગુજરાતનું યછઢ (સામાન્ય વહીવટ વિભાગ), ગૃહ વિભાગ અને GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાતનાં અન્ય વિભાગમાં બઢતી આપતા સમયે લેવામાં આવતી ખાતાકિય પરીક્ષાની જેમ આ PSIની ખાતાકિય પરીક્ષા લેવામાં આવે તેવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જેનાં કારણે 300 PSI જેમનાં પ્રમૌશન ટુંક સમયમાં થવાના હતા તે પ્રમોશનને બ્રેક લાગી છે. અત્યાર સુધી પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી લઈને DYSP સુધીનાં પ્રમોશન સિનિયોરિટી ક્રમ મેરિટ અને પર્ફોમન્સનાં આધારે આપવામાં આવતા હતા. અને ડીજીપી કચેરીથી આ કામગીરી કરવામાં આવતી હતી તેવામાં પહેલી વાર ખાતાકિય પરીક્ષાનો મુદ્દો સામે આવ્યો છે.
જો ખાતાકિય પરીક્ષા લેવામાં આવશે તો PSIથી PIનાં પ્રમોશન માટે રાહ જોઈ રહેલા 300 PSIને હજુ પણ મહિનાઓ સુધી રાહ જોવી પડે તેમ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ થી સરકારી વિભાગમાં ખાતાકિય પરીક્ષા લઈને પ્રમોશન આપવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસ વિભાગમાં અત્યાર સુધી પ્રમોશન માટે ખાતાકિય પરીક્ષા લેવામાં આવતી ન હતી. પરંતુ હવે સામાન્ય વહિવટ વિભાગ, ગૃહ વિભાગ અને GPSC GRI ખાતાકિય પરીક્ષાનો મુદ્દો મુકવામાં આવ્યો છે જેના કારણે આવનાર સમયમાં ગુજરાત પોલીસમાં થનારા તમામ પ્રમોશનને બ્રેક લાગશે અને પ્રમોશનમાં સમય લાગી શકે છે. તેવામાં હવે આ કિસ્સામાં સામાન્ય વહિવટ વિભાગ આ મામલે અંતિમ નિર્ણય લઈ શકે છે.