ગાંધીનગર શહેરના ચ રોડ ઉપર સેક્ટર 7 સેક્ટર 8 ના કટ પાસે જેગુઆર કાર સાથે લોડીંગ રીક્ષા અથડાઈ હતી અને રીક્ષા પલટી ગઈ હતી ત્યારે તેલના ડબ્બા ભરેલી રીક્ષા પલ્ટી જતા રસ્તા ઉપર તેલ ઢોળાયું હતું જેથી વાહનો સ્લીપ ના થાય તે માટે ટ્રાફિક પોલીસે ઢોળાયેલા તેલ ઉપર માટી નંખાવી હતી કાર ચાલકને સામાન્ય ઇજા થવા પામી હતી