AMTSનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૨૩ કરોડના વધારા સાથે ૭૦૫ કરોડનું બજેટ મંજૂર

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬નું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા ૬૮૨ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજે સોમવારે ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ૨૩ કરોડના વધારા સાથે ૭૦૫ કરોડનું બજેટ મંજૂર કર્યું છે. નાગરિકોને જાહેર પરિવહનની સેવા સારી રીતે મળી શકે તેના માટે ૧૧૭૨ બસમાં વધુ ૧૦૦ નવી એસી સીએનજી બસો મેળવીને ૧૨૭૨ જેટલી ફીટ બસો દોડશે. આમ કુલ ૪૪૫ જેટલી નવી બસોનો ઉમેરો કરવામાં આવશે. AMTSને તંત્રએ ૭૦૫ કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે. આગામી વર્ષમાં ૪૪૫ નવી એસી બસનો ઉમેરો કરવામાં આવશે સાથે સાથે ૪ નવી ડબલ ડેકર બસનો પણ થશે ઉમેરો તો વિધવા બહેનોને ટિકિટમાં ૫૦ ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે અને ૧૦ ધોરણ બાદ વિદ્યાર્થીઓને ૮૫ ટકા ટિકિટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. AMTSના નવા રૂટ શરૂ કરાશે, સ્વાતંત્ર્ય સેનાની, વરિષ્ઠ નાગરિકો અને બુદ્ધિજીવીઓને મફત પાસ અપાશે, નિગમ ૪૪૫ બસ ઉમેરશે, બજેટમાં ૪ નવી ડબલ ડેકર બસો ખરીદવામાં આવશે. સરસપુર IIT પાસે બસ ટર્મિનસ બનાવવામાં આવશે. મેઘાણીનગરમાં બસ ટર્મિનસ પણ બનાવવામાં આવશે. શ્રાવણ માસની જેમ દર શનિવારે અને રવિવારે સ્પેશિયલ ધાર્મિક પ્રવાસ બસનું પણ આયોજન કરવામાં આવશે. શહેરના પૂર્વ વિસ્તારમાં બે નવા બસ ટર્મિનસ બનાવવામાં આવનાર છે. જેમાં સરસપુર વિસ્તારમાં આઈ.ટી.આઈ પાસે અને મેઘાણીનગરમાં એસપી કોલેજ ડમરુ સર્કલ પાસે ટર્મિનસ બનાવવામાં આવશે .૧૬માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૨ કરોડ મેળવીને AMTS બસમાં પ્રવાસીઓની ટિકિટ માટેનું ટિકિટિંગ મશીન ખરીદવા પણ ઠરાવવામાં ૧૧:૦૬:૪૭આવ્યું છે. દરેક ટર્મિનસ પર ખાણીપીણી કાઉન્ટર અને વેન્ડિંગ મશીન પણ શરૂ કરવામાં આવશે.AMTS, BRTS અને મેટ્રો રેલ ટિકિટને ઈન્ટીગ્રેશન અંગે પણ ઠરાવ ૧૬માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૮ કરોડ રૂપિયા મેળવીને વધુ ચાર ઈલેક્ટ્રીક એસી ડબલ ડેકર બસો ખરીદવામાં આવશે. શહેરમાં વધતાં જતા વિસ્તારમાં બસોને કંટ્રોલ કરવા માટે PPP ધોરણે કંટ્રોલ કેબિન પણ ઉભી કરવામાં આવશે. અમદાવાદ શહેરના ૭૭ કિલોમીટર વિસ્તારના રીંગરોડ પર બસોના નાઈટ પાર્કિંગ અને મેઈન્ટેનન્સ માટે છ જેટલા ટર્મિનસ બનાવવામાં આવશે, જેની પાછળ ૧૨ કરોડની ગ્રાન્ટ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મેળવવામાં આવશે. AMTS, BRTS અને મેટ્રો રેલ ટિકિટને ઇન્ટીગ્રેશન પણ કરવા અંગે પણ ઠરાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *