ચેઈન સ્નેચીંગના અનડીટેકટ ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી મુદામાલ સાથે બે આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૨ 

Spread the love

શંકરભુવન થી કામા હોટલ તરફ જવાના રોડ ઉપર માઉન્ટ કારમેલ સ્કુલ ની સામે જાહેર રોડ ઉપર એક્ટીવા ઉપર પસાર થતા દંપતીના ગળામાં પહેરેલ સોનાનો ચેઈન લૂંટાયો હતો

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ ભરતકુમાર રાઠોડની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા તેમજ મિલ્કત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા સારૂ સુચનાઓ આપેલ હોય જે આધારે ગઈ તા.૨/૨/૨૦૨૫ ના ક.૧૩/૪૫ વાગે શંકર ભુવન થી કામા હોટલ તરફ જવાના રોડ ઉપર માઉન્ટ કારમેલ સ્કુલ ની સામે જાહેર રોડ ઉપર એક્ટીવા ઉપર પસાર થતા દંપતીના ગળામાં પહેરેલ સોનાનો ચેઈન કોઈ અજાણ્યા મો.સા ઉપર આવેલ બે ઈસમોએ એક્ટીવાની પાછળ બેસેલ મહીલા ફરીયાદી નો સોનાનો ચેઈન ગળા માથી ઝુંટવી નાશી ગયેલ હોવાનો બનાવ બનેલ હોય જે બાબતે ફરી. એ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.-૧૧૧૯૧૦૪૩૨૫૦૦૫૧/૨૦૨૫ ધી બી.એન.એસ. કલમ- ૩૦૪(૨),૫૪ મુજબ ની ફરીયાદ આપેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાન લઇ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૨ સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.સી.ટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ તેમજ ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન સોર્સીસ વડે આરોપીઓની ઓળખ કરી અ.પો.કો.દિનેશભાઇ વજાભાઇ તથા અ.પો.કો. ચિરાગ જયરામભાઇ તથા અજયકુમાર નરસિંહભાઇ તથા અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ નાઓની બાતમી હકિકત આધારે ચેઈન સ્નેચીંગ ના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સ્નેચીંગ કરેલ મુદામાલ સાથે પકડી પાડી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી માટે શાહપુર પો.સ્ટે. ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે

આરોપીઓના નામ 

(૧) સાહીલ કિશોરભાઈ દંતાણી ઉ.વ.૨૦ રહે.કમુમિયા ની ચાલી શાહપુર ફાયર સ્ટેશન પાસે શાહપુર દરવાજા બહાર માધુપુરા અમદાવાદ શહેર

ગુનાહીત ઈતીહાસ- માધુપુરા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૦૨૪૦૦૧૪/૨૦૨૪ ઈ.પી.કો ક.૩૨૪,૩૨૩,૨૯૪ (ખ),૫૦૬(૧) વિગેરે

(૨) દિપક ઉર્ફે ધ્રુવ લક્ષ્મણભાઈ ગઢવી (ચૌહાણ) ઉ.વ.૧૯ રહે.યોગેશ્વર ચોક શંકર ભુવનના છાપરા શાહપુર અમદાવાદ શહેર

ડીટેકટ કરેલ ગુનાની વિગત

(૧) શાહપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.૨.નં-૧૧૧૯૧૦૪૩૨૫૦૦૫૧/૨૦૨૫ ધી બી.એન.એસ. કલમ-૩૦૪(૨),૫૪ મુજબ

રીકવર કરેલ મુદામાલની વિગત

(૧) એક સોનાનો ચેઈન આશરે દોઢ તોલાનો કિ,રૂ,૫૧૫૦૦/-

(૨) એક્સેસ મો.સા નં.GJ-01-XZ-9033 ની કિ.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૧,૩૧,૫૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ

(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯

(૩) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઇ બ.નં.૫૩૬૭

(૪) અ.હે.કો. ગુલામમહંમદ ઇદરીશમીયા બ.નં.૩૪૨૬

(૫) અ.હે.કો. કેતન અંબાલાલ બ.નં.૫૧૧૭

(૬) અ.હે.કો મુકેશ રામાભાઈ બ.નં.૪૫૩૮

(૭) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧

(૮) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી)

(૯) અ.પો.કો. દિનેશભાઇ વજાભાઇ બનં ૧૧૯૦૬ (બાતમી)

(૧૦) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૧૧) અ.પો.કો.અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪ (બાતમી)

(૧૨) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ બ.નં.૧૧૧૦૪(બાતમી) તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૨ અમદાવાદ શહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *