આરોપી સાહેદઅલી
આરોપીને આમીરપાર્ક સોસાયટી જુહાપુરા ખાતેથી ઝડપ્યો
અમદાવાદ
અમદાવાદ શહેર વિસ્તારમા, બહારના જીલ્લાના તેમજ આંતરરાજયના નાસતા ફરતા વોન્ટેડ આરોપીની તપાસમાં રહી મળી આવે કાયદેસર કાર્યવાહી કરવા અમદાવાદ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકિકત આધારે ગુનામાં વોન્ટેડ આરોપીને તેના હાલના રહેણાંક વિસ્તાર ખાતેથી ઝડપી કાયદેસર કાર્યવાહી કરી મણીનગર પો.સ્ટેશનના ગુનામા સોપવા તજવીજ કરવામા આવી હતી.
પકડવામાં આવેલ આરોપીનું નામ-સરનામુ
(૧)
સાહેદઅલી સ/ઓ એહમદહુસેન ઉર્ફે કોલસાવાળા નરસીંહ ઉ.વ.૫૩ રહે:
હાલ મ.નં. ૨૧/૧, આમીરપાર્ક સોસાયટી, પ્રાચીના સોસાયટીની સામે, સમીરવિહાર સોસાયટીની પાસે, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેર.
વોન્ટેડ ગુનાની વિગત
(૧) મણીનગર પો.સ્ટેશન ગુ.ર.નં. ૦૧૧૭/૨૦૦૦ ઈ.પી.કો. કલમ ૧૪૭, ૧૪૮, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા બી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ.