મહેસાણા
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને 10.30 કલાક સુધી અંતિમ દર્શન કરી શકાશે. 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા… મળતી માહિતી મુજબ કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાનેથી 11 વાગે અંતિમ યાત્રા નિકળનાર છે. ત્યારે સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઇ સોલંકી જાણીતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. ઉપરાંત તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા હતા. ત્યારે સાદગી ભર્યું જીવનની સુવાસ મૂકી કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ચાલ્યા ગયા હતા. કરશન સોલંકી જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારે નાના હોદ્દા પર હતા તે સમયે પણ 20 થી25 વર્ષ અગાઉ પણ બસમાં જ મુસાફરી કરતા હતા. કરશન સોલંકી ધારાસભ્ય બન્યા ત્યારથી આ વિસ્તારના ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો, મિલ માલિકો એ પણ ઓફર કરી કે, કરશન કાકા તમને મોંઘી કાર ગિફ્ટ આપીએ અને તેમાં ડ્રાઈવર અને ડીઝલ પણ અમારા તરફથી. પણ આ તો, કરશન કાકા, ચોખ્ખી ઘસીને ના પાડી દીધી આ તમામને અને કહી દીધું કે આપણે તો સરકારી બસ જ ફાવે