ગાંધીનગર
દેશમાં શિક્ષણ તો ખાડે ગયું, પણ શિક્ષણમાં ભલે શાળામાં બાળક ભણવા જાય. પણ ટ્યુશન તો કરાવવું જ પડે, એવી માનસિકતા થઈ ગઈ છે, ત્યારે ગ્રેજ્યુએટ થઈ જાઓ પછી નોકરી મેળવવા કલાસીસો કરવા પડે, અને હવે શેરબજાર ટ્રેડિંગ ક્લાસીસોની જાહેરાતોના બેનરો સાથે જીજે ૧૮ ખાતે ગાડીઓ ફરી રહી છે, શેરબજાર એટલે તેના કોઈ ક્લાસ ના હોય ગમે તેટલી ડિગ્રીઓ અને અભ્યાસ કરેલ હોય પણ અહીંયા ભલભલા ધોવાઈ જાય એક લાખમાંથી ૧૦૦ નો વરઘોડો નીકળે બાકી બધાની ઠાઠડી અને જેમ બજાર ઊંચું જતું હોય ત્યારે ટીપ આપનારા માર્કેટમાં વધી જાય છે, બજાર ગબડે ત્યારે ગાયબ થઈ જાય છે, ક્લાસીસ શેરબજારના કરો પણ કરોડો હોય તો જજો બાકી મજા જોઈને કરજો તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે. શેર બજારમાં કોણ કમાઈને ગયું? કોણ લઈ ગયું? જે લાખોમાં માંડ ત્રણ આંકડામાં આંક હોય બાકી ખાવાના ભજીયા અને મૂકવાના લાડવા જેવો ઘાટ સર્જાયો છે. અત્યારે લોકો ઈન્વેસ્ટમેન્ટ માટે જે પણ ઇસ્યુ આવે નવા તે ભરી દે છે, ત્યારે કંપનીનું કામ તેની તમામ વિગતો ચકાસ્યા વગર ફક્ત એક જ ટાર્ગેટ, લાગીને આવે એટલે જે મળે તે વેચી દેવાનો, ત્યારે હવે બેંકો પાસે પણ કંપનીઓને નાણાંની જરૂરિયાત હોય તો નથી જતી લોન લેવા, ઈશ્યુ દ્વારા નાણાં ઉઘરાવી લે છે, હમણાં એક બનાસકાંઠાની કંપનીને જરૂરિયાત જે નાણાંની હતી. તેના કરતાં અનેક ગણાં નાણાં આવી ગયા, ત્યારે આવનારા સમયમાં જે ઊંચા પ્રીમિયમથી કંપનીઓ આવી છે, તેનો ખરો ભાવ મંદીમાં જોવા મળશે.
બાકી શેરબજારના ક્લાસીસ ખોલવા વાળા અને જવા વાળા તેમાંથી કોણ કમાઈને ગયું તેનું લીસ્ટ આપજો, લાલિયો ખાય ભજીયા, અને મૂકવાના લાડવા જેવો ઘાટ થાય, તેજી વધારે જોઈ જે મંદીમાં સફળ થઇને કમાય તે શેરમાં કમાય, બાકી જંગલમાં રહેતા શેર તેને રહેવા દો, આ શેરને ફક્ત પ્રેમ કરાય, લગ્ન ન કરાય,
