મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે ભારત ખાતેના બાંગ્લાદેશના હાઇ કમિશનરશ્રી યુત મુહમ્મદ ઇમરાને સૌજન્ય મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ મુલાકાત વેળાએ હાઇ કમિશરશ્રી યુત ઇમરાનને સન્માન રૂપે સ્મૃતિ ચિન્હ ભેટ આપ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ કમિશનરશ્રી રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ-બીના એમ. ડી. શ્રી નિલમ રાની ઉપસ્થિત રહ્યા હતા.