દ્વારકા
દ્વારકા જિલ્લામાં ત્રણ અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. પ્રથમ બનાવમાં ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજા બનાવમાં ખંભાળિયાથી 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામમાં એક દુः ખદ ઘટના બની છે. પવનચક્કીનું મેન્ટેનન્સ કરતા સમયે ભાટીયા ગામના 24 વર્ષીય વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા પવનચક્કી પરથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે PSI એમ.આર. બારડની આગેવાનીમાં તપાસ શરૂ કરી છે. ત્રીજા બનાવમાં ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના વાડી વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે. 55 વર્ષીય વેજાભાઈ પુંજાભાઈ લગારીયા નામના આહિર આધેડે ભૂલથી ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પુત્ર માલદેભાઈએ સલાયા મરીન પોલીસને જાણ કરી છે.