દેવાયત ખવડની ગાડી પર હુમલો અનેક કલાકારો છતાં વિવાદમાં આ એક કેમ?

Spread the love

 

 

માનવમિત્ર | અમદાવાદ

સાહિત્યકાર દેવાયત ખવડ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહે છે. ત્યારે ખવડ ફરી એકવાર વિવાદમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમને લઈને એક બબાલ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, તેમણે એક જ દિવસે તેમના બે ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા. આથી, એક કાર્યક્રમમાં હાજર ન રહેતા મોટો હોબાળો મચ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, દેવાયત ખવડે સનાથલ અને દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે એમ એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી રહી છે. આથી, તે એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, પરંતુ બીજામાં કોઈ કારણોસર પહોંચી શક્યો નહોતો. જેને લઈને નારાજ બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોએ હોબાળો મચાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે શુક્રવારે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા સનાથલ ડાયરાના આયોજકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, દેવાયત ખવડની ગાડીમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમના ડ્રાઈવર કાનાભાઈ સાથે પણ મારપીટ થઈ હોવાની પણ માહિતી મળી રહી છે.

બે ડાયરાના પ્રોગ્રામ લઈને ફક્ત એક જ ડાયરામાં ગયા હોવાની ચર્ચાને લઈ દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો થકી હકીકત જણાવી હતી. જેમાં દેવાયત ખવડે જણાવ્યું હતું કે હાલ એક ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે બે ડાયરાના પૈસા લઈને એક જ ડાયરામાં હાજરી આપી હતી. તેને લઈ આ વીડિયો શેર કરી રહ્યો છું. કે જે ડાયરામાં મેં હાજરી આપી તેના આયોજકના ઘરે સનાથલમાં સીસીટીવી ચેક કરો. જેમા મેં ૮ થી ૯.૩૦ માં હાજરી આપી હતી. જેમા ૯.૩૦ એ આયોજકની રજા લઈને પીપળાવ પ્રોગ્રામમાં જવા નીકળ્યો હતો. આમાં મે નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ આયોજકના ભત્રીજાના લગ્નમા પણ મેં બે મહિના પહેલા ડાયરો કર્યા હતો. જેમા મેં રૂપિયા લીધા ન હતા ફક્ત સંબંધમાં જ પ્રોગ્રામ કર્યો હતો. તો જે પણ હાલ ફરતો વીડિયો છે તેની સ્પષ્ટતા કરવા માટે જણાવું છું કે મને પણ ખબર પડે છે આ ફિલ્ડમાં કે નાયરો લીધા પછી કયાં જવું કે કયાં ન જવું. એટલા માટે હું જણાવું છું કે એક પણ રૂપિયો લીધા વગર મેં હાજરી આપી છે. જે પણ મિત્રો વીડિયો વાયરલ કરે તેઓએ નોંધ લેવી કે પહેલા જાણી અને સાચી વાત શું છે જોઈ વીડિયો મુકવા આ વાતની ખાસ નોંધ લેવી જય સીયારામ. કાર પર હુમલો થયા બાદ દેવાયત ખવડની કાર ગાયબ થઈ ગઈ હતી. ગઈકાલ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજર રહેવા ડીલ કરી હતી. આયોજકે હાજર રહેવા માટે રૂપિયા આપ્યા હતા. દેવાયત ખવડ સનાથલ અને સાણંદ પાસેના પ્રોગ્રામમાં હાજર રહેવાનો હતો. આ ઘટનામાં ચર્ચા એવી થઈ રહી છે કે, બે પ્રોગ્રામ પૈકી સનાથલ પાસેના પ્રોગ્રામમાં હાજર ન રહેતા આયોજકોમાં રોપ હતો અને કાર લેવા બીજા દિવસે પહોંચતા કાર પર હુમલો કરાયો હતો.

 


દેવાયતના હુમલા કેસમાં શંકા ની સોય કોના ઉપર? ગઢવી બાપુ કે આયોજકોએ બોલાવ્યા હતા તેમાં હાજર ન રહેતા લોકો? દિવસમાં એક જ ડાયરો ૨૦૨૫ માં કરીશ તેવી ચર્ચા તો પછી બે ડાયરા કયાંથી આવ્યા? મોંઘાદાંટ કલાકારો લાવીને આયોજકો હલવાઈ જાય અને ઘણીવાર ગમે તેટલા કરેલા ખર્ચા બધા જ કાર્યક્રમમાં મોટા ગજાના કલાકારો છેલ્લે રોણ કાઢે તો અનેકની રેવડી ટાઈટ થઈ જાય અને હવા નીકળી જાય હવે નવા ઉગતા કલાકારોને ચાન્સ આપો તેવી પણ પબ્લિકમાં ચર્ચા જોવા મળી છે બાકી કોરોનાની મહામારીમાં જે કલાકારો ફિલ્મના હતા અને બહુ ફાટ્યા હતા તેના ભાવ પણ અડધા ના અડધા થઈ ગયા હતા, કોઈ લુમ પણ પૂછતું ન હતું,


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *