જીજે ૧૮ ગાંધીનગર એટલે ગ્રીનસિટી, વૃક્ષોની નગરી તરીકે બિરૂદ મળ્યું છે ત્યારે આ બિરૂદ હવે ભુંસાતું જાય છે ત્યારે હવે ઝાડવાઓની નગરીમાંથી ક્રોક્રિંટના જગંલોમાં રૂપાંતર થઈ રહ્યું છે ત્યારે જે હાલ અકબંધ છે તે સીનિયર સીટીજનોની સંખ્યા એટલે કે સૌથી વધુ મતદાતાઓ અહીંયા છે. ઉજ્જડ ગાંધીનગરને વિકાસના પથ પર લાવવા અનેક સામાજિક સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે અરુણ બુચ, કેશરીસિંહ બિહોલાથી લઈને અનેક પ્રભુત્વ નાગરિકોએ વિકાસનો ગ્રોથ એન્જિનને ધપાવવા પ્રયત્ન કરી ચૂક્યા છે ત્યારે કહેવત છે કે ભૂલ થાય ત્યારે બાપ કાન આમળે, ત્યારે ભાજપ દ્વારા ૬૦ વર્ષની વયના લોકોને ટિકિટ નહીં ફાળવવાના નિર્ણયથી અનેક સીનિયર સીટીજનો જે ચુંટણી લડવા અને પ્રજાના કામો કરવા ઉત્સુક હતાં તેમને બ્રેક આવી ગઈ છે ત્યારે હવે સીનિયર સીટીજનોએ અન્ય પક્ષો પર નજર દોડાવી છે અહીંયા સ્થાયી નાગરિકો કરતાં નિવૃત્ત નાગરિકોની સંખ્યા વધારે છે. શહેરના યુવાવર્ગને વિકાસમાં રાહ બતાવનારા વડલા એવા ૬૦ વયના નાગરિકોને ટિકિટ ન આપવાનો ભાજપનો જે એજન્ડા છે તેમાં ફરીવાર નિર્ણય વિચારીને લેવામાં આવે તે માટે પણ પ્રદેશ પ્રમુખને પત્ર પાઠવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. વડીલોને પેન્શનથી લઈને આરોગ્યલક્ષી સુવિધાઓનો પ્રશ્ન વિકટ છે. ત્યારે સીનીયર સિટીજનોને ચોક્કસ વોર્ડ આધારિત મહત્વ અને પ્રતિનિધિત્વ આપવું જાેઈએ તેવો તમામ લોકોનો મત છે.