મુંબઈ
સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવનો માહોલ છે. ઘડીકમાં ભાવ વધે તો ઘડીકમાં ઘટી જાય છે. સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ચડતી સાથે જોવા મળ્યું અને 200 રૂપિયા ભાવ વધીને 86,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું હતું જ્યારે ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. ચાંદી આજે 400 રૂપિયાની તેજી સાથે 97,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામની નજીક પહોંચી છે. જો કે રિટેલ બજારમાં ભાવ આજે પણ ઘટેલો જોવા મળ્યો. ફટાફટ રેટ ચેક કરો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટમાં સોનું 2,920 ડોલર પ્રતિ ઔંસ નજીક ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 33 ડોલર પ્રતિ ઔંસ આસપાસ જોવા મળી રહી છે. અમેરિકી બજારમાં જોબ ગ્રોથની રફતાર અપેક્ષા કરતા નબળી રહેવા અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાના પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 32 રૂપિયા તૂટીને 86,027 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. જે શુક્રવારે 86,059 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 300 રૂપિયા ઘટીને 96,422 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે જે શુક્રવારે 96,724 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
અમેરિકામાં રોજગારના આંકડા અપેક્ષા કરતા નબળા આવ્યા છે. જેનાથી એ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વર્ષે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કાપ કરી શકે છે. વ્યાજ દરોમાં કાપથી ડોલર નબળો પડશે જેનાથી સોના અને ચાંદીની માંગણી વધી શકે છે. હાલ ડોલર ઈન્ડેક્સ 104ની નીચે ગગડી ચૂક્યો છે. જે બુલિયન માર્કેટ માટે સકારાત્મક સંકેત છે. રોકાણકારોનું માનવું છે કે જો ફેડ આ વર્ષે પણ દરોમાં કાપ મૂકે તો સોનાના ભાવ વધુ ઉપર જઈ શકે છે. ટેક્નિકલ રીતે જોઈએ તો MCX પર સોનાનો આગામી ટાર્ગેટ 86,500-87,000 રૂપિયાના સ્તરે હોઈ શકે છે. જ્યારે ચાંદી માટે 98,000 રૂપિયાનું સ્તર મહત્વનું રહેશે. રોકાણકારોએ હાલ સતર્ક રહેતા સોના અને ચાંદીમાં લોંગ પોઝિશન બનાવવી જોઈએ. અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.