એન.એસ.યુ.આઈના રાષ્ટ્રીય પૂર્વ સંયોજક ભાવિક સોલંકી
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી સ્કોલરશીપ ન મળતા ડિગ્રી પ્રમાણપત્ર ડીપાર્ટમેન્ટએ બારોબાર અટકાવ્યા
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા એનીમેશન અભ્યાસક્રમમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછી યુનિવર્સિટી દ્વારા અપાતા ડીગ્રી પ્રમાણપત્ર સીધા વિદ્યાર્થીઓને પોસ્ટ દ્વારા જે તે સરનામે આપવાને બદલે બારોબાર એનીમેશન ડીપાર્ટમેન્ટના સત્તાધિશોએ મંગાવી લીધાની ચોકાવનારી વિગતો આપતા એન.એસ.યુ.આઈના રાષ્ટ્રીય પૂર્વ સંયોજક શ્રી ભાવિક સોલંકીએ જણાવ્યુ હતું કે એનીમેશન ડીપાર્ટમેન્ટ તથા અન્ય સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમો મળતિયા કંપનીઓએ વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી ઉઘરાણી કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ દોઢ વર્ષ જેટલો સમય થી અટકી પડી છે સ્કોલરશીપ ચૂકવવામાં આવી નથી. જેના લીધે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ એનિમેશન વિભાગ અને અન્ય જગ્યાએ સ્કોલરશીપ માટે રજૂઆત કર્યા છતાં કોઈ ન્યાય આપવામાં આવતો નથી. ગુજરાત યુનિવર્સિટીના એનીમેશમન ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને અંતિમ વર્ષની માર્કશીટ પણ આપવામા આવી નથી.
રાજ્ય સરકાર મળવાપાત્ર સ્કોલરશીપ અટકાવી રાખે જેના લીધે SC અને ST ના વિદ્યાર્થીઓની માર્કશીટ અને પદવી પ્રમાણપત્ર ખોટી રીતે યુનિવર્સિટી દ્વારા બારોબાર એનિમેશન ડિપાર્ટમેન્ટ સગેવગે કરે, વિધાર્થીઓને વંચિત રાખે તે ચલાવી લેવાય નહિં.
એન.એસ.યુ.આઈ દ્વારા માંગ કરવામાં આવે છે SC અને ST ના વિદ્યાર્થીઓને તાત્કાલિક તેમના હકની સ્કોલરશીપ ચૂકવવામાં આવે. સાથોસાથ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશો SC અને ST વિદ્યાર્થીઓની માર્કશીટ અને પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવે જો SC-ST વિદ્યાર્થીઓને અન્યાય બંધ નહી કરવામાં આવે તો જે કોઈ કાનૂની પગલાં ભરાશે તેની જવાબદારી કુલપતિ અને યુનિવર્સિટીના સત્તાધિશોની રહેશે.