સુરતના કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ડુબીને પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. એક મહિલા સહિત 3 લોકો નદીમાં ડૂબ્યા છે. ફાયરની ટીમે ત્રણેયના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. ત્યારે આર્થિંક તંગીથી કંટાળીને પરિવારે મોત વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમા સામુહિક આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે વ્યાજના ખપ્પરમાં વધુ એક પરિવાર હોમાયો છે.
સુરતના કામરેજમાં એક પરિવારના ત્રણ લોકોએ મોતની છલાંગ લગાવી છે. સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્ર સામેલ છે. આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
જેને જોવા માટે દુનિયા ગાંડી બની, ગુજરાતનો એ જાદુઈ ચાલતો આંબો 20 ફૂટ સરક્યો
પરિવારે સામુહિક આપઘાત કર્યા
કામરેજના પીઆઈ એ.ડી.ચાવડાએ જણાવ્યું કે, બાઈક, ચપ્પલ બ્રિજ પર મૂકી પરિવારે તાપી નદીમાં છલાંગ લગાવી છે. વિપુલ પ્રજાપતિએ શેર બજારમાં આશરે 8 લાખનું રોકાણ કર્યું હતું. તેમજ લોન પણ લીધી હતી. હીરા ઘસવાની પણ છુટક મજૂરી કરતો હતો. આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. પરિવાર મૂળ ભાવનગરનો રહેવાસી છે. હાલ પરિવાર સુરત ચોક બજાર હરિક્રિષ્ના સોસાયટીમાં રહે છે.
મૃતક એક જ પરિવારના પતિ, પત્ની અને પુત્ર હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતકોના નામ પ્રજાપતિ વિપુલકુમાર રાવજીભાઈ (રહે- 22-23 જે.કે.પી નગર, સિંગળપોર, કતારગામ, સુરત), પ્રજાપતિ સરિતાબેન વિપુલભાઇ અને દીકરો વ્રજ વિપુલભાઈ પ્રજાપતિ છે.
ગુજરાતને કલંકિત કરતી ઘટના, દિલ્હીની નિર્ભયાની જેમ ચાલુ બસમાં રાજકોટની સગીરા પીંખાઈ