પહેલગામ આતંકી હુમલો / આતંકીઓએ પુરુષોની જ હત્યા કરી, પત્ની-બાળકોને જવા દીધાં, હેરાનીભર્યું કારણ, જાણો 7 ટ્રેજિક સ્ટોરી

Spread the love

પહેલગામ/નવીદિલ્હી

પહેલગામના આતંકીઓએ એવી છાપ પાડવાનો પ્રયાસ કર્યો કે તેઓ મહિલાઓ અને બાળકોની હત્યા કરતા નથી એટલે જે તેમણે પુરુષોની હત્યા કરી અને તેમના બાળકો અને પત્નીઓને છોડી દીધાં હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ જે મોતનું તાંડવ મચાવ્યું તેના 7 હૃદયદ્રાવક કિસ્સાં સામે આવ્યાં છે જે કોઈને પણ ધ્રુજાવી દેવા પૂરતાં છે. આતંકી હુમલામાં ફસાયેલા આસામી યુનિવર્સિટીના બંગાળી પ્રોફેસર દેબાસિસ ભટ્ટાચાર્યે પોતાની સુઝબુઝથી આતંકીઓની પકડમાંથી પોતાનો જીવ બચાવ્યો હતો. પ્રોફેસરે એવો દેખાડો કર્યો કે આતંકીઓએ તેમને જીવતા જવા દીધા હતા. ખુદ પ્રોફેસરે આ આખી ઘટનાનું વર્ણન કરી દેખાડ્યું છે જે ખરેખર સાહસિક છે અને આતંકીઓ વચ્ચે ક્યારેક ફસાયેલા હોય તો કામ લાગી શકે તેમ છે.

પ્રોફેસર દેબાસિસ ભટ્ટાચાર્યે કહ્યું કે પહેલગામમાં બૈસારિન ખીણ વિસ્તારમાં એક ઝાડ નીચે હું મારા પરિવાર સાથે સુતો હતો અને અચાનક મેં સાંભળ્યું કે લોકો કલમા વાંચી રહ્યાં હતા. ત્યારે મને ખબર પડી કે આતંકવાદી હુમલો થયો છે અને આતંકીઓ લોકોને કલમા (કૂરાનની આયાત) સંભળાવાનું કહી રહ્યાં છે અને જે નથી સંભળાવી શકતાં તેમને મારી નાખે છે. મને પણ કલમા આવડતાં હતા અને તેથી મેં પઢવાના શરુ કર્યાં, આ દરમિયાન એક આતંકવાદી તેમની પાસે આવ્યો અને કહ્યું કે ‘ક્યાં કર રહે હો’, જવાબ ન આપતાં મેં મોટે મોટેથી કલમા વાંચવાનું ચાલું રાખ્યું હતું જે પછી આતંકી જતો રહ્યો હતો. કદાચ તેને એમ થયું હશે કે હું મુસ્લિમ છું તેથી મને જવા દીધો, આ રીતે કલમા વાંચવાને કારણે મારો જીવ બચી ગયો હતો.

આતંકી હુમલાની 7 ટ્રેજિક સ્ટોરી :
(1) હરિયાણાના વતની 26 વર્ષીય લેફ્ટનન્ટ વિનય નરવાલની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેઓ પત્ની હિમાંશીને લઈને પહેલગામ ફરવા આવ્યાં હતા. હજુ અઠવાડિયા પહેલાં જ તેમના લગ્ન થયાં હતા.
(2) બીજા કિસ્સામા આતંકવાદીઓએ એક પ્રવાસીને તેનો ધર્મ પૂછ્યો કે મુસ્લિમ ન હોવાનું જાણીને તરત ગોળી મારી દીધી.
(3) કાનપુરના રહેવાસી 28 વર્ષીય શુભમ દ્વિવેદીને તેમની પત્નીની સામે જ મારી નાખવામાં આવ્યો હતો જ્યારે બંદૂકધારીઓએ તેમને કલમાનો પાઠ કરવાનું કહ્યું હતું . “તેઓ મેગી ખાઈ રહ્યા હતા ત્યારે બે માણસો આવ્યા અને પૂછ્યું કે શું તેઓ મુસ્લિમ છે. ના પાડવામા આવતાં શુભમને માથામાં ગોળી મારી દેવાઈ.
(4) કલમો ન આવડતાં આતંકીઓે પુણેને બિઝનેસમેનને માથામાં ગોળી મારી દીધી હતી.
(5) આતંકીઓેએ કર્ણાટકના શખ્સની પત્ની સામે જ ગોળી મારીને હત્યા કરી
(6) આઈબીના ઓફિસર મનિષ રંજનની પણ આતંકીઓએ હત્યા કરી નાખી, પત્ની અને બાળકોને જવા દીધા.
(7) ઈન્દોરના એક ખ્રિસ્તીની પણ આતંકીઓએ હત્યા કરી નાખી હતી. આ વ્યક્તિને પણ કલમો પઢવાની ફરજ પાડવામાં આવી, ન વાંચતા ગોળી ધરબી દેવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *