
22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીનાં મોત બાદ દેશ ગમગીન છે. મોડીરાત્રે મૃતકોના મૃતદેહ વતન પરત લાવ્યા બાદ આજે સવારે મૃતદેહને અગ્નિદાહ અપાયા હતા. ત્યારે આજે રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.
આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોત બાદ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જ્યાં નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ ઘટનાને વખોડી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી.
