ગઢડામાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ:
VHP-બજરંગદળની સભામાં સંતો-વેપારીઓની મોટી હાજરી,
આતંકવાદ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું. બોટાદના ઝાંપે વિસ્તારમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં સંતો, વેપારીઓ અને શહેરીજનોએ હાજરી આપી.
ઉપસ્થિત લોકોએ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે જ આતંકવાદીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો. સભામાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી. લોકોએ આતંકવાદ સામે તાત્કાલિક પગલાં લેવા સરકારને અપીલ કરી.