વરણોસરી ટોલ નાકે ફાયરિંગ કરનાર 3 આરોપી ઝડપાયા

Spread the love

વરણોસરી ટોલ નાકે ફાયરિંગ કરનાર 3 આરોપી ઝડપાયા:

12 બોર બંદૂક અને સ્વિફ્ટ કાર સાથે એલસીબીએ ઝડપી લીધા

પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરણોસરી ગામ નજીક ભારતમાલા હાઈવે પર આવેલા ટોલ બૂથ પર બુધવારે બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અમરતભાઈ ઉર્ફે ભોલો સોનાભાઈ (30) સહિત હેમચંદભાઈ ધરમશીભાઈ ઠાકોર અને સોમાજી કાલાજી ઠાકોર (બંને રહે. નવાગામ, ગઢા રામપુરા)ને એલસીબી પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી 12 બોર બંદૂક અને સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી છે.

બુધવારે બપોરે કારમાં આવેલા આરોપીઓએ ટોલ ભરવા બાબતે કર્મચારીઓને ધમકાવ્યા હતા. આરોપીઓએ બંદૂક કાઢીને ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. એક આરોપીએ ટોલના કર્મચારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કર્મચારી પર બંદૂક તાકવામાં આવી હતી. આ ઘટનાની ફરિયાદ સાંતલપુર પોલીસ મથકે નોંધાઈ હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓની ધરપકડ બાદ તેમને BNSS કલમ 35(1)(J) હેઠળ અટક કરી સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *