|GJ-18 મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત નિયત તંત્ર અધિકારીઓ કર્મચારીઓ નગરસેવકો દ્વારા સ્વૈચ્છિક રૂપે અંદાજિત ૨૫ લાખ તુલસી પત્ર તરીકે એનાયત કરવામાં આવ્યું


ગાંધીનગર
GJ-18 ખાતે સે-૪માં આગ અકસ્માતની દુઃખદ ઘટના બની હતી.આ અકસ્માતના કારણે ફાયરમેન શહીદ વીર રણજીતજી ઠાકોરનું અવસાન થયું હતું. આજે તેમના બેસણામાં મેયરશ્રી મીરાબેન પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ તેમના પરિવારને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦ લાખ રૂપિયા તેમજ મેયરશ્રી મીરાબેન પટેલ તરફથી વ્યક્તિગત રૂપે એક લાખ રૂપિયા અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ – કાઉન્સિલશ્રીઓ, અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રૂપે અંદાજિત કુલ રૂપિયા ૨૫ લાખ તુલસી પત્ર તરીકે અર્પણ કરેલ છે.