GJ-18 ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ દ્વારા જે ટિકિટોની ફાળવણી થયા બાદ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે જૂના કાર્યકરોને અન્યાય નહીં થાય તેમાં સૌથી વધારે જૂના કાર્યકર કોઇ પણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે દેખાતા નથી હા જે જૂના કાર્યકરો છે તેમની પત્નીઓને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ નો રિપીટ થિયરી ની આઇડીયા ગાંધીનગર ખાતે સકસેસ જશે ખરી ત્યારે ભાજપમાં ઘણા જ કર્મઠ મહિલાઓ કાર્યકરો અને ચૂંટાયેલા નગરસેવકો હતા તેમની બાદબાકી થતા સૂકા ભેગું લીલું પણ બળ્યું છે ત્યારે ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાધર, હર્ષાબા ધાંધલ, પ્રવિણાબેન વોરા જેવા કાર્યકરો પોતે પ્રજાના કામો કર્યા છે ત્યારે સૂકા ભેગું લીલું બળતું હોય તેમ અહીંયા ચૂંટાયેલા નગર સેવકો પણ હોમાઈ ગયા છે. પાંચમાં અત્યારે જે ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે. તેમાં તમામ નવા નિશાળિયા ચહેરા છે. પક્ષના સામાન્ય કે ક્રિયાશીલ સભ્યો પણ નથી અને તે જ સમિતિ શું કહેવાય તેનો કોઈ માહિતગાર નથી. ત્યારે નવા નિશાળિયાઓ ને ભાજપે ચૂંટણી જંગમાં ઉતારી દીધા છે. ત્યારે ભાજપમાંથી નવા ગાંધીનગર ખાતેથી ઠાકોર સમાજના અગ્રણી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલી છે. તથા રાંધેજા ખાતેથી ભાજપના પૂર્વ હોદ્દેદાર પણ પેનલ બનાવીને અપક્ષ ચૂંટણી લડવાના એંધાણ છે, ત્યારે અપક્ષો નો કાફલો ભારે રાજકીય પક્ષોને પડશે તેમા બે મત નથી.