ચૂંટણી લડવા રાજકીય પક્ષોના શકુનિઓનો કાફલો , ફોર્મ ભરવા ફાટયો રાફડો

Spread the love

GJ-18 ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ દ્વારા ટિકિટોની ફાળવણી કરી દીધા બાદ ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મનપાની ચૂંટણીમાં માંડ ૧૦૦ થી ઓછા મતથી વિજય બનતી સીટો હવે જોખમી બની ગઈ છે શહેરમાં આ વખતે ૩૦ થી ૩૫ ટકાથી વધારે મતદાન થાય તેવી શક્યતા સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે કોરોનાની મહામારીમાં અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદાનથી દૂર રહે મતદારો તો નવાઈ નહીં ત્યારે ભાજપને મોટાભાગના નવા ચહેરાઓ મેદાનમાં ઉતારી દેતાં અને જૂના ચહેરામાંથી ફકત તેમની પત્નીઓને ટિકિટ મળતા ચૂંટણી જીતવી ભાજપ માટે અઘરી જ છે કારણકે પેજ પ્રમુખ થી લઈને જે પેજ સમિતિ બનાવી છે તે પેજ સમિતિના અંશ પણ નહીં જાણનારા અને રાજકારણથી દૂર રહેલા નવા નિશાળિયાઓ ને શાળા માં ભરતી તો કરી પણ સફળતા મળશે કે કેમ તે યથાર્થ પ્રશ્ન છે.
કોંગ્રેસ દ્વારા રાત સુધી ધમાચકડી ચાલી રહી છે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ કોંગ્રેસમાં ઉકળતો ચરૂ ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપમાં જ પક્ષમાં રાફડા ફાટયા છે ચૂંટણી લડવા ૩૦૦થી વધારે ફોર્મ ચપોચપ વેચાઈ ગયા છે આજે ફોર્મ ભરવા લોકો ઢગલાબંધ આવી રહ્યા છે ત્યારે હવે આવનારા દિવસોમાં ફોર્મ પાછું ખેંચાવવા અનેક તડજાેડ ની રાજનીતિ શરૂ થશે તેમાં બેમત નથી ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે ભાજપના અનેક દિગ્ગજો ની ટિકિટ કપાતા ભાજપને ડેમેજ કંટ્રોલ તો કરી લેશે પણ નવા નિશાળિયાઓ ને ઓળખે કોણ મહાનગરપાલિકાની અને નાના વોર્ડ હોય ઉમેદવારની પ્રતિષ્ઠા વધારે હોય છે ત્યારે ચૂંટણી લડવા અનેક ભાજપના જૂના કાર્યકરો હતા તેમાંથી પાંચ ટકાથી વધારે કોઈને ટિકિટ મળી નથી અને જે મળી છે તેમાં તેમની પત્નીઓને ટિકિટ મળી છે ભાજપે આજદિન સુધી સત્તાના સૂત્રો સ્પષ્ટ બહુમતી સાથે ક્યારેય મળ્યા નથી ત્યારે ગાંધીનગર ની પાસે ને ઓળખ્યા વગર બધી જ જગ્યાએ નુ રીપીટ ના ઇન્જેક્શન મારે અને સફળ થયા તો ગાંધીનગર ખાતેની પબ્લિક અઘરી હોય તે ઇન્જેક્શન કારગત નીવડે છે કે કેમ તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com