GJ-18 ગાંધીનગર ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ ના આજરોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસે પોતાના પત્તા સવારના ૧૦ વાગ્યા સુધી ખોલવામાં અનેક કષ્ટોનો સામનો કર્યો છે. ત્યારે કોંગ્રેસમાં શક્તિ પટેલને ટિકીટ આપવાની વાત હતી પણ પાછળથી ફસકી પડતાં પાછા સમીકરણો નવા રચવા પડ્યા હતા. ત્યારે કોંગ્રેસે MLA ક્વાર્ટરથી લઈને ઘ-5 એક હોટલમાં બેઠકો રાખવી પડી હતી.
આજરોજ જાહેર થયેલા ઉમેદવારોમાંથી કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની ને ટિકિટ ન આપતા રાજપૂત સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ જીતુ રાયકા ને પણ ટિકિટ ન આપતા કોંગ્રેસમાં નવા ચહેરાઓ આવ્યા છે. ત્યારે જે વોર્ડમાં બાકી નામો હતા તે આ ૪૪ ઉમેદવારો ઊભા રાખવામા આવ્યા છે. ત્યારે પિંન્કી પટેલની જગ્યાએ તેમના પતિ રજની પટેલને ટિકીટ આપવામાં આવી છે. જે યાદી નીચે મુજબ છે.
વોર્ડ -1
- ભાવના પરમાર
- સુમિતા પટેલ
- ભાવેશ દેસાઈ
- રાજેન્દ્ર ચાવડા
વોર્ડ -6
- મંજુલા ઠાકોર
- વર્ષાબેન ઝાલા
- ચીમન વિંઝુડા
- રજની પટેલ
વોર્ડ -10
- ભારતી પટેલ
- કરણસિંહ પરમાર
- મુકેશ શાહ
- હંસાબેન પરમાર