કચ્છ પર પાકિસ્તાનનો હુમલો, ભારતે ડ્રોન તોડી પાડ્યું

Spread the love

 

કચ્છ પર પાકિસ્તાને હુમલો કર્યો છે પરંતુ ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. ગુરુવારે(8 એપ્રિલ) વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ભુજ, અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પડાયું હતું. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલાં બની હતી.
ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાઓ નિષ્ફળ કર્યા : ભારતીય સેનાએ પહેલાંથી જ બોર્ડર પર રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને તૈનાત કરી રાખી છે, જેવો જ કોઈ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો. આ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી. પંજાબમાં જ બુધવારે રાત્રે અમૃતસરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ગુરુવારે સવારે અહીં ત્રણ ગામોમાં રોકેટ મળી આવ્યા હતા. સંરક્ષણ નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આ રોકેટ પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યા હતા અને ભારતીય સંરક્ષણ પ્રણાલી દ્વારા તેને તોડી પાડવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવવા માટે હાર્પી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ભારતની કાર્યવાહી પાકિસ્તાન જેટલી જ ઝડપે અને તે જ વિસ્તારમાં કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લાહોર, સિયાલકોટ, કરાચીમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *