ગુજરાતનું પાટનગર જ્યાંથી તમામ આદેશો હુકમો અહીંયા થી થાય છે ત્યારે ગાંધીનગરની સિવિલ માં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે અત્યારે કોરોનાની મહામારી ના કારણે બીમારીઓ વધવા પામી છે ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શૌચાલયો ભરાઈ ગયા છે મહિલાઓ થી લઈને પુરૂષો જે દર્દીઓ છે તેમને સૌચાલય માં જવાની ભારે તકલીફ પડી રહી છે ત્યારે બીમારીમાં વધુ બીમારી ઊભી થાય તે પહેલા સ્વચ્છતા જરૂરી છે ગાંધીનગરના મોટાભાગના સૌચાલય ભરાઈ ગયા હોવા છતાં કોઈ સ્વચ્છતા બાબતે ગંભીરતા ન હોય એક જાગૃત નાગરિક દ્વારા ફોટો વાયરલ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે