ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા ટિકિટોની ફાળવણી બાદ અનેક નેતાઓ થી લઈને જૂના કાર્યકરોને અન્યાય થયો છે ત્યારે ભાજપ માં જુના કાર્યકરોનો ખો નીકળી ગયો છે અને નવા નિશાળિયાઓ સૌથી વધારે આવ્યા છે ત્યારે નો રિપીટ થિયરી થી જૂના કાર્યકરોને કોઇ જ લાભ મળ્યો નથી હા જૂના કાર્યકરોમાં જે કાર્યકરો હતા તેમની ધર્મપત્ની અને ટિકિટ આપીને ખુશ કર્યા છે ત્યારે ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી વિષ્ણુજી ઠાકોર ને દર ચૂંટણીમાં કોણીએ ગોળ લગાવવામાં આવતા આ વખતે વિષ્ણુજીએ મજબૂતાઈથી ગોળ ખાઈ ગયા હોય તેમ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને ગોળધાણા વેચી દીધા છે વિષ્ણુજીએ ઉમેદવારી નોંધાવતા પહેલા ગ્રામજનોને વિશ્વાસમાં લઈને ગ્રામજનો વતી પોતે મેદાનમાં ઉતર્યા છે ત્યારે વિષ્ણુજીએ અપક્ષ ઉમેદવારી થી ભારે ટેન્શનમાં હાલ રાજકીય પક્ષો આવી ગયા છે ત્યારે વિષ્ણુજીને બેસાડવા અને મનાવવા રાજકીય પક્ષોમાં ઘમાસાણ ચાલી રહ્યું છે વિષ્ણુજી પોતે અંબાજી જતા દરેક પદયાત્રીઓની સેવામાં વર્ષોથી કેમ ચલાવે છે ભાજપના જૂના જોગી હોવાથી ગ્રામ્ય અને શહેરમાં સારા એવા મતદારો ઉપર પકડ છે તેથી વિષ્ણુજી નું ઓપરેશન પાર પાડી ફોર્મ પાછું ખેંચવા ઉચ્ચકક્ષાએ લીલીઝંડી આપી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે