
ઇઝરાયલે ગાઝામાં એક હોસ્પિટલ પર જબરદસ્ત એર સ્ટ્રાઈક કરી છે. આ એર સ્ટ્રાઈકમાં ૨૮ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હમાસ સંચાલિત નાગરિક સંરક્ષણ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલ પર ઇઝરાયલી એર સ્ટ્રાઈકમાં ૨૮ લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. ગાઝા અને ઇઝરાયલ વચ્ચે કયારે યુદ્ધ છેડાઈ જાય એ કોઈને ખબર નથી. ગઈકાલે ફરી એકવાર ઇઝરાયલે ગાઝામાં એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇઝરાયેલી લડાકુ વિમાનોએ ગાઝા હોસ્પિટલ પર એક સાથે છ બોમ્બ ફેંકયા, જેનાથી હોસ્પિટલના આંતરિક આંગણા અને આસપાસના વિસ્તારને નુકસાન થયું. જણાવી દઈએ કે ઇઝરાયલે ગાઝાના હોસ્પિટલ પરના હુમલાોની વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે તેણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો કર્યો છે, જેના વિશે તેને દાવો કર્યો છે, તે હોસ્પિટલની નીચે હતું.