ડોક્ટર દીકરાએ અમેરિકામાં બીજા લગ્ન કર્યા, પિતાએ જ ભાંડો ફોડીને આવકના પુરાવા રજૂ કર્યા, પુત્રવધૂને મહિને 2 લાખ ખાધાખોરાકી અપાવી

Spread the love

 

અમદાવાદની બી.જે. મેડિકલમાં સાથે ભણતા તબીબ પતિ-પત્નીએ પ્રેમલગ્ન કર્યા બાદ પતિની વિદેશમાં બીજી પત્ની હોવાનો ઘટસ્ફોટ તેની પુત્રવધૂ સમક્ષ સસરાએ કર્યો હતો. હાઇકોર્ટમાં ભરણપોષણની રકમ નહીં આપવા પતિએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન સસરાએ દીકરાની સાચી આવકના પુરાવા કોર્ટમાં રજૂ કરવા પુત્રવધૂને મોકલ્યા હતા. ડોક્ટર પતિએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેની પત્નીની ફરિયાદને લીધે તેની પ્રેક્ટિસ સારી ચાલતી નથી તેથી 2 લાખ ભરણપોષણ ચૂકવી શકે નહીં.આ દલીલને ખુદ તેના પિતાએ કોર્ટમાં ખોટી સાબિત કરીને પુત્રવધુને 2 લાખનું ભરણપોષણ મેળવવામાં મદદ કરી હતી.
ડોક્ટર પતિએ 2012માં સાથે ભણતી મહિલા ડોક્ટર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ પતિ માસ્ટર ડિગ્રી કરવા અમેરિકા ગયો હતો. પત્ની સાસરે સાસુ-સસરા અને દીયર સાથે રહેતી હતી. એક વર્ષ પછી પતિ પાછો ભારત આવ્યો હતો અને મમ્મી-પપ્પાને અમેરિકા લઈ ગયો હતો. 6 મહિના પછી સાસુ-સસરા પાછા આવ્યા ત્યારે પતિ પણ સાથે આવ્યો હતો. આ વખતે ડોક્ટર પતિએ પત્ની સાથે ઝઘડા શરૂ કરતાં પત્ની પિયર જતી રહી હતી.
પતિ અમેરિકા જતો રહેતા તેના પિતા મહિલા ડોક્ટરના પિયરમાં ગયા હતા અને દીકરા સામે ભરણપોષણનો કેસ કરવા તેને તૈયાર કરી હતી.તેમણે પુત્રવધૂને 2 લાખનું ભરણપોષણ માગવા અરજી કરવા સમજાવી હતી. ભરણપોષણના કેસમાં પતિએ જવાબ આપ્યો હતો કે હાલ નોકરી નહીં હોવાથી તે મહિને માંડ 30 હજાર ભરણપોષણ ચૂકવી શકે છે. ફેમિલી કોર્ટે 2 લાખનું ભરણપોષણ ચૂકવવા આદેશ કરતા પતિએ હાઈકોર્ટમાં ચુકાદાને પડકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *