આરોગ્ય-પરિવાર કલ્યાણ ઓફિસમાં પટાવાળાનો આપઘાત, અંતિમ વિડીયો સામે આવ્યો

Spread the love

 

 

 

 

 

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ રિજનલ ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા રોહિત ગોહિલ નામના યુવાને ઓફિસમાં જ ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવ્યો. આત્મહત્યા કરતા પહેલા તેણે રડતા-રડતા અંતિમ વીડિયો બનાવીને ઉપરી અધિકારી પર માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ લગાવ્યા હતા. આ સંદર્ભે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. મૃતકના મામાના દીકરા સંજય ભાદરકાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મૃતક રોહિત નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ઓફિસમાં છઠ્ઠા માળે કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે કામ કરતો હતો. આ ઓફિસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અમૂલ પાટીલ રોહિતને સતત માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે તેણે ઓફિસમાં આત્મહત્યા કરી લીધી છે. આ ફરિયાદના આધારે પોલીસે ડાયરેક્ટર વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. આપઘાતથી પૂર્વે તેણે 6 મિનિટ 43 સેકન્ડનો હૃદયદ્વાવક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે રડતા-રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું- “મારું નામ રોહીત ગોહિલ છે. મે આર.એચ.ઓ ઓફિસમાં 01-04-2019થી 15-05-2025 સુધી નોકરી કરી છે એટલે કે આર.એચ.ઓ ઓફિસમાં મેં છ વર્ષ નોકરી કરી છે. અહીંના ડો.અમોલ પાટીલ સર મને પાંચથી છ મહિનાથી માનસિક ત્રાસ આપે છે અને ટોર્ચર કરે છે. ડો. અમોલ પાટીલ સર અને જીગ્યાશા મેડમનુ સેટીંગ હતુ. આઈ થીંક બે વર્ષ પહેલા હું સાત વાગ્યે ઓફિસ બંધ કરીને ઘરે જતો તો શીવ સિનેમાની બાજુમાં કેફે છે તો ત્યાં પાટીલ સર ચા પીતા’તા તો મને જોઈ ગયા તો બે વર્ષ તો મને કાંઈ ન કર્યું. કેમ કે મેડમ ચાર્જમાં હતા. જેવા તે ચાર્જમાં આવ્યા એવા મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરવાનુ ચાલુ કર્યું. પાંચથી છ મહિનાથી મને ભયંકર માનસિક ત્રાસ આપે છે. હું સવારમાં આઠ વાગે આવું છું, સાફ-સફાઈ ઝાડુ-પોતા બધું કામ કરું છું. ઓફિસનું વર્કિંગ કામ પણ કરું. સવારમાં મને કે કામ કરને કા, કામ કરના હૈ તો બેઠને કા નહીં. એવી રીતે મને એકથી દોઢ મહિનો ટોર્ચર કરી એક-એક કલાકે પૂછે ક્યા કર રહા હૈ, બેઠને કા નહિ, કામ કરને કા, નહિતર કલ સે નહિ આને કા. મારે સવારના આઠ વાગ્યે આવું બધું કામ કરું તોય આવી રીતે હેરાનગતિ કરી, મને પરેશાન કર્યો. રોજ નાસ્તો દેવા જાઉં તો ટેબલ નીચે કુડા નાખી દે, સોફા નીચે કુડા નાખી દે ટેબલ નીચે પેનડ્રાઈવ નાખી દે, સ્ટેપલર નાખી દે, સોફાને લાત મારી દે, બાથરૂમ જાય તો કોઈ દિવસ ફલશ ના કરે, દિવસમાં સોફાને લાત મારી દે પાંચથી છ વખત સોફા સીધા કરું. હું મતલબ કે મારી 8 કલાકની નોકરી હતી તો હું 10-11 કલાક નોકરી કરતો હતો. મને કોઈ એક્સ્ટ્રા અવર્સ નહોતો મળતો. મેં આ ઓફિસમાં કોવીડમાં કામ કરેલુ છે અને ત્રણ વર્ષ પહેલા બજેટ નહોતું તો 7-8 મહિના મારી સેલેરી નહોતી આવી તોય મેં આ ઓફીસમાં કામ કર્યું. પાટીલ સર મને 5-6 મહિનાથી માનસિક ટોર્ચર કરે છે, મને ખબર નથી પડતી મારે શું કરવું? મતલબ એટલુ ટોર્ચર મારી હારે કર્યું. ચાના પૈસા લેવા જાઉં તો બોલે કે તુ ફોટો અચ્છા ખીચતા નહી ચાય કા પૈસા લેને આ જાતા હૈ. મને શનિ-રવીમાં કામ કરવા ઘરે બોલાવ તો હું કામ કરવા કે ઘરે જતો’તો. ઓફિસે ગાડી સાફ કરવાનું કહે તો હું ગાડીએ સાફ કરી દેતો’તો, કોઈ દિવસ કોઈ કામની ના નથી પાડી, છ વર્ષે આ ઓફીસમાં કામ કર્યું. ઓફિસમાં કોઈને પણ પૂછી શકો છો કે, મે કોઈ ઓફિસમાં સ્ટાફ હારે કોઈ કામ કરવાની ના પાડી હોય કાં સ્ટાફનું સાંભળતો ન હોય. ડો. ચંદના મેડમ છે એમને પૂછી શકો છો. મેડીકલ ઓફિસર કૈલાસ સર છથી સાત મહીનાથી છે એમને પણ પૂછી શકો છો. એટલુ કામ કરતા કોઈ વેલ્યુ ઈજ્જત જ નઈ. કોઈ મતલબ કંઈ નઈ. બસ ટોર્ચર કર્યું. હજી પંદર દિવસ પહેલા મેં સાફ-સફાઈ કરી ને પછી હું સવારમાં સાફ-સફાઈ કરી કલર કામ હાલતુ ને પંદર કબાટ વચ્ચે પડ્યા હતા. બધા સાઈડમાં કરવામાં પરસેવો થઈ ગયો હતો. બપોર પછી રક્ષીત પાસે કંઈ કામથી બહાર આવ્યા તો હું સુનીલભાઈ ઉભો તો, તો સુનીલભાઈએ કિધુ તુ અભિનવભાઈને આ નંબર નાંખી દે તો ફાઈલ દે દે, તો મારા હામુ જોઈ કે તુ તો પુરા દિન કામ કરને નહી ગપ્પે મારને આતા હૈ. કામની કોઈ વેલ્યુ કોઈ ઈજ્જત નઈ, સાંજે ચાના પૈસા લેવા ગ્યો તો કે તુ મારે સાડી આઠમે સરસ ચાયના પૈસા સાડી આંઠસો રુપીયા હુવા, તો બોલા કમ કયુ બોલા જ્યાદા બોલ દેના થા ના, મતલબ મારી. નીચા દિખાવા માટે ઈજ્જત માટે, આવું બોલ્યો હતો, ઘરે જઈને એક કલાક રોયો હતો. મને પાંચથી છ મહિનાથી બોવ મતલબ ટોર્ચર કરી છે. મતલબ બઉ જ હેરાન કર્યો છે, મારા ગામડે, મારાં મમ્મી-પપ્પાને અમારી જમીન નથી. મારાં મમ્મી-પપ્પા મજૂરી કરે છે અને હુંઈ બી એક અહીં મજૂરી કરતો’તો, છ વર્ષ કામ કર્યું કોઈ ટાઈમ જોયો નતો. કાંઈ વેલ્યુ જ નહી કામની કંઈ, બસ મારા મમ્મી-પપ્પાને મન આનો ન્યાય મળવો પડ ને મારી પાસે ગેલેરીમાં આનુ પ્રુફ બી છે, જય હિંદ” આ વીડિયોમાં રોહિતની આત્મહત્યાની વાત પોલીસને મળતા પોલીસ પણ રોહિતના મામાંના દીકરાની ફરિયાદના આધારે ડાયરેક્ટર અમુલ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. બી ડિવિઝનના ACP એચ.એમ. કણસાગરાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, રીજનલ ફેમિલી હેલ્થ એન્ડ વેલ્ફેર ઓફિસ ખાતે મૃતક ફરજ બજાવતો હતો. રોહિત ગોહિલ કોન્ટ્રાક્ટ પર કર્મચારી તરીકે પટાવાળાની નોકરી કરતો હતો, જેણે આજે ઓફિસમાં ગળાફાંસો ખાંઇને આત્મહત્યા કરી હતી. આ અંગે ઓફિસના અન્ય કર્મચારી અનિલ શર્માને જાણ થઇ. ત્યાર બાદ ઓફિસના અન્ય કર્મચારી રંજન બેને પોલીસ કંટ્રોલ રૂમ પર ઘટનાની જાણ કરી હતી. આ બાબતે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આકસ્મિક મોતનો ગુન્હો દાખલ કરી મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન મૃતકના ફૂઇના દીકરા સંજય ભાદરકાએ એક વીડિયો અંગે જાણ કરી અને જણાવ્યું કે, રીજનલ ડાયરેક્ટર અમોલ પાટીલને ઓફિસમાં કામ કરતા એક મહિલા સાથે સંબંધ હતા જેની જાણ મૃતકને હતી, જેના કારણે પાટીલ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. જેથી, મૃતકે આ અંગેનો વીડિયો બનાવી મિત્ર નિલેશ મકવાણાને વોટ્સએપ કર્યો હતો. આ વીડિયોના આધારે ડો અમોલ પાટીલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડો. અમોલ પાટીલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુન્હો અને એટ્રોસિટીનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ વીડિયો FSLમાં મોકલી તેની તપાસ આદરી છે. SC/ST સેલના ACP રોશની સોલંકી આ અંગે તપાસ ચલાવી રહ્યા છે. હાલ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારી લઇ અંતિમવિધિની કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *