GJ-18 ખાતે ભાજપ અને કોંગ્રેસે બે બહેનોને ટિકિટ આપી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસની પેનલ તૂટી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે જો જીત એક બેન મેળવે તો બીજી બેન પણ જીતે તો નવાઈ નહીં, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં પાર્ટી પક્ષ કરતા ગામના ઉમેદવારો વધારે ચાલતા હોય છે.
પ્રાપ્ત સુત્રો તથા માહિતીનુસાર (વોર્ડ-૮) માં ભાજપમાંથી શ્રીમતી ઉષાબેન વિષ્ણુજી ઠાકોર ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસમાંથી ઠાકોર મીનાબેન ચિરાગકુમાર ને ટિકિટ આપવામાંઆવતા બંને બહેનો થાય છે. તેવી માહિતી પ્રાપ્ત થયેલી છે, ત્યારે એક ગામમાં બે બહેનો અને ટિકિટ લેવા પક્ષ ભલે અલગ પણ ગાં.મનપા તો એક જ ને, ત્યારે ભાજપ અને કોંગ્રેસમાંથી (વોર્ડ-૮) ખાતે સેક્ટર ચાર, પાંચ, વાસણા હડમતિયા, સરગાસણ, પોર, અંબાપુર, તારાપુર, ઉવારસદ ટીપી વિસ્તાર આવી રહ્યો છે, ત્યારે બંને બહેનો પણ ગામમાં જ રહેતી હોવાથી પોર ગામના લોકોએ મોટાભાગનાઓ એ બંને બહેનોને મત આપવાનું મન બનાવી લીધું છે. ત્યારે અહીંયા (વોર્ડ-૮) માં ભાજપ કોંગ્રેસની પેનલ તૂટે તેવી શક્યતા જોવાઇ રહી છે.