
રાજ્યના પાટનગર ગાંધીનગર તાલુકાના ગામોના નાળિયાવાળા રસ્તા હજુય કાચા હોય તેમ ૧૦ ગામોને જાેડતા ૭ નાળિયાના કાચા રસ્તાને ડામરથી પાકા કરવાની મંજુરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. કાચા રસ્તાને ડામરવાળા કરવા માટે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને માટી, મેટલની પ્રથમ કામગીરી કર્યા બાદ ચોમાસા પછી ડામરની કામગીરી કરાશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે. પરંતું તાલુકાના ૧૧.૧૦ કિલોમીટરના માર્ગોને ૧૦.૫૪ કરોડના ખર્ચે ડામરવાળા બનાવવામાં આવશે.
ગ્રામડાના આંતરિક રોડને આરસીસીવાળા બનાવવામાં આવ્યા છે. જ્યારે એક બીજા ગામોને જાેડતા કાચા માર્ગોને પાકા બનાવી દેવામાં આવ્યા છે. તેમ છતાં હજુય રાજ્યના પાટનગર ગાંધીનગર તાલુકાના ૧૦ જેટલા ગામોના ૧૧.૧૦ કિમીના નાળિયાના રોડ કાચા રહેતા તેને હવે રૂપિયા ૧૦.૫૪ કરોડના ખર્ચે ડામરવાળા બનાવવા માટે રાજ્ય સરકારે મંજુરી આપી છે. તેમાં સરઢવમાં વગડાના અંબાજી મંદિર જતા ઓટલાની બાજુમાંથી મોટાકુવા તરફ જતા નાળિયાના ૧.૮૦ કિમીના રસ્તાને ૧.૭૧ કરોડના ખર્ચે, આદરજ મોટીના વડિયાના તળાવથી ફુલાઇ કુવા તરફ જતા નાળિયાનો ૧.૫૦ કિમીના રસ્તાને ૧.૪૨ કરોડના ખર્ચે, રૂપાલ ચાલીસણા રોડથી ખેડુતના ખેતરથી ડમ્પીંગ સાઇડથી ચાંદેસણા રોડને જાેડતા નાળિયાના ૧.૫૦ કિમીના રસ્તાને રૂપિયા ૧.૪૨ કરોડ, જલુંદથી આદરજ મોટી ગામથી જલુંદ સ્મશાનની બાજુમાંથી કાંસની ડાબી બાજુથી ખેડુતના બોરથી સરઢળવાળા રોડને જાેડતા નાળિયાના ૧.૮૦ કિમીના રસ્તાને રૂપિયા ૧.૭૧ કરોડના ખર્ચે, પીંપળજથી જુના પીંપળજથી બાપુપુરા બોડી સુધીના નાળિયાના ૧.૫૦ કિમીના રસ્તાને ૧.૪૨ કરોડના ખર્ચે, સોનીપુરના જાેગણી માતાજીના મંદિરથી ખેડુતના બોર સુધીના નાળિયાના ૧.૫૦ કિમી રસ્તાને રૂપિયા ૧.૪૨ કરોડના ખર્ચે અને પીંડારડા ગ્રામ પંચાયતની બાજુમાંથી પીંપળજ જતા નાળિયાના ૧.૫૦ કિમીના રસ્તાને રૂપિયા ૧.૪૨ કરોડના ખર્ચે ડામરવાળો કરવાની મંજુરી રાજ્ય સરકારે આપી દીધી છે.