GJ-18 ખાતે કોરોનાનો કહેર વધી રહ્યો છે દરેક સેક્ટરદીઠ તથા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના ખાટલા ધીરે ધીરે જોવા મળી રહ્યાં છે. ત્યારે હોસ્પિટલો પણ પેક જોવા મળી રહી છે ત્યારે ચુંટણીપંચ દ્વારા જાહેર કરેલી ચુંટણીથી પ્રચાર પ્રસાર રાજકીય પક્ષો કરવા સેક્ટરોમાં ફરી રહ્યાં છે પણ જે જોઈએ તે માહોલ તો નથી જામ્યો પણ પ્રજાથી મતદાનથી કોરોનાના કારણે દૂર રહે તેવી શક્યતા જણાઈ રહી છે ત્યારે સે.૨ ખાતે આવેલા સરકારી દવાખાના, સે.૨૧ ખાતે કોરોના ટેસ્ટીંગની લાઈનો જોતા જીજે ૧૮ ખાતે કોરોના બ્લાસ્ટ થયેલ હોય તેવું લાગી રહ્યું છે. ચુંટણી ૧૮ તારીખે યોજાવા જઈ રહી છે ત્યારે પ્રજા અને મતદારો હવે ચુંટણીથી દૂર રહીને મતદાનથી પણ દૂર રહેવા હાલ માંગ રહ્યાં છે દરેક સેક્ટરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા રાજકીય પંડિતોને મતદાનની ચિંતા વધી છે ત્યારે ચુંટણીનું બ્યુગલ વાગ્યું તો ખરું પણ મતદાતાઓ સાંભળવા તૈયાર નથી કોરોનાની મહામારીએ G J-18 ને ભારે બાનમાં લીધું છે.