GJ-18 ગાંધીનગર ખાતે ચૂંટણીના પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આ પ્રચાર દરમિયાન ભીડ, સંક્રમણ પણ વધી રહ્યું છે અને વસાહત મંડળોથી લઈને જાગૃત નાગરિકો પણ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. કોરોનાની તેજ રફ્તાર અને દરેક સેક્ટરોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ઘણા જ રાજકીય આગેવાનો, નેતાઓ પણ સંક્રમિત થયાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને અઠવાડિયામાં ચાર દિવસ લોકડાઉન કેમ ન કરવું જોઈએ ? તેવા પ્રશ્ન સાથે સૂચન પણ કર્યું છે ત્યારે આ ર્નિણય પોતે રાજ્ય સરકાર લઈ શકે તેમ છે, જો આ ર્નિણય રાજ્ય સરકાર લે તો પછી ગાંધીનગર ખાતે હાલ ચાલી રહી છે અને મતદાન ૧૮ તારીખે છે તે રાજ્ય ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે ત્યારે કોરોના ની ભારે મહામારી અને હાહાકાર અને કેસોની સંખ્યા વધતાં ચૂંટણીપંચ પણ G J-18 ખાતે ચૂંટણી સ્થગિત કરે તેવું લોકમુખે સાંભળવા મળી રહી છે અને GJ-18 ના સીનીયર સીટીઝન થી લઈને અનેક નાગરિકો કોરોના મહામારી ના કારણે ચૂંટણી મુલતવી રહેશે તેવું પણ જણાવી રહ્યા છે
ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ રાજ્ય સરકાર શું ર્નિણય કરે છે તેના ઉપર મદાર છે ત્યારે GJ-18 ખાતે ચૂંટણી ચાલી રહી છે અને અહીંયા પણ કોરોના ના કેસ નો રાફડો જોતાં રાજ્ય ચૂંટણી પંચ આ સંદર્ભે ગંભીરતાથી વિચારે અને ચૂંટણી મુલતવી રાખે તેવો લોકોનો મત હોવાનું પણ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.