દેશમાં સૌથી મોટી પાર્ટી એવા ભાજપમાં ઘણાખરા એવા નેતાઓએ ઘુષ મારી છે કે, પાર્ટીને બદનામ થવું પડે છે. ત્યારે એકજથ્થું શાસનની ઘુરા ગુજરાતમાં 22 વર્ષથી સાંભળી રહી છે. ત્યારે અમુક નેતાઓ પોતાના આડા-અવળા ધંધા કરવા પાર્ટીમાં જોડાઈને પોતાના ધંધા પર ઉચ્ચ અધિકારી પોલીસ નજર ન મારે તે માટે રાજકીય રોટલા શેકવા એન્ટ્રી લેતા હોય છે. તોપણ પાર્ટીને આ બાબતની ખબર પણ હોતી નથી, ત્યારે ઘણીવાર પાર્ટી ઉપર પણ આવા તત્વોને કારણ છાંટા ઉડતા હોય છે ત્યારે આવીજ ઘટના ઉત્તર ગુજરાતનાં કડી ખાતે બનેલી છે.
કડી નંદાસણ રોડ ઉપર આવેલ ઊંટવા ગામના પાટીયા ઉપર થોડાક જ સમય પહેલા શરૂ થયેલ ગેસ્ટહાઉસમાં દેહવિક્રય થતો હોવાની માહિતી ને આધારે શુકવાર બપોરે મહેસાણા જિલ્લા ડી.વાય.એસ.પી.મંઝીતા વણઝારાની ટીમે રેડ પાડી ત્રણ યુવતીઓ અને મહિલા સંચાલક ની ધરપકડ કરવામાં આવી છે. કડીમાં એક મહિલા વિવિધ સ્થળનો ઉપયોગ કરી દેહવિક્રયનો ઘંઘો ચલાવતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ હતુ. આથી મહેસાણા પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ડીવાયએસપી મંજીતા વણઝારાની ટીમે કડીની જય ભોલે નામના ગેસ્ટ હાઉસ માં દેહવિક્રય ચલાવતી મહિલા સહિત ચારની અટકાયત કરી છે. સંચાલક મહિલા વોટસએપ ઉ૫ર ફોટો મોકલી ગ્રાહકોને જે તે છોકરી સાથે સંપર્ક કરાવી ગેરકાયદેસર નાણાં રળતી હતી.
અલદેસણ ગામના વતની , કડી તાલુકા પંચાયત ના સભ્ય અને ગુજરાત ખાદી ગ્રામોઉદ્યોગ બોર્ડના ડિરેકટર અને ભાજપના કદાવર નેતા દેવેન્દ્રભાઈ રાવળ નું જય ભોલે નામનું ગેસ્ટ હાઉસ કડી નંદાસણ રોડ ઉપર આવેલ ઊંટવા ગામના પાટીયા પાસે આવેલ છે. જેમાં મહેસાણા ના ડી.વાય.એસ.પી.મંઝીતા વણઝારા ની ટીમે રેડ પાડી મહિલા સંચાલક સહિત ચાર ની અટકાયત કરવામાં આવી છે. આ મુદ્દે નેતાનો સમ્પર્ક કરવામાં આવતા તેમણે ફોન ઉઠાવવાની તસ્દી લીધી નહોતી.